ગુરૂદેવ દયાળુ છો (ભાવ ગીત) :-
June 27, 2008 Leave a comment
ગુરૂદેવ દયાળુ છો, અંતરમાં આવી વસો,
અજ્ઞાનને દુર કરો, સદ્જ્ઞાનને સ્થાપી દો….. ગુરૂદેવ
નિજના પરિષ્કાર માટે, સાધના સ્વયમની કરી,
ગાયત્રી સાધના કરી, પરાશક્તિ સિધ્ધિ પામી,
યુગ નિર્માણ કરવાને, શાંતિની મશાલ ધરી….. ગુરૂદેવ
ગાયત્રી મહામંત્રને, ઘર ઘરમાં પહોંચાડયો,
વિચારક્રાંતિ અભિયાન, સારા વિશ્વમાં ફેલાવ્યો,
યુગસાહિત્ય સર્જીને, માનવ પરિસ્કૃત કર્યો….. ગુરૂદેવ
માતા ભગવતીની સાથે લઇ, વિરાટ પરિવાર ગુંથ્યો,
પ્રજ્ઞાપુત્રોને તમે, પ્રેમ, શાંતિનો સંદેશ આપ્યો,
ઋષિ સંસ્કૃતિને, સજીવન કરી આપી છે….. ગુરૂદેવ
વિચાર ક્રાંતિની મશાલ, અમ હાથમાં થંભાવી,
સૃજન સૈનિકોની સેના, સારા વિશ્વમાં ઉતારી,
વિશ્વ કલ્યાણ કાજે, તમે સંત શહીદ બન્યા….. ગુરૂદેવ














પ્રતિભાવો