હું કોણ છું ?

હું કોણ છું ?

” હું કોણ છું?” આવો સવાલ જે પોતાને કરતો નથી, તેના માટે જ્ઞાનના દ્વાર બંધ જ રહી જાય છે.  એ દ્વારને ખોલવાની ચાવી એ જ છે કે પોતાને પૂછો, “હું કોણ છું ?” અને જે તીવ્રતા તથા સમગ્રતાથી પોતાને આ સવાલ પૂછે છે, તે સ્વયં ઉત્તર પણ મેળવી લે છે.

મહાન દાશૅનિક સવૅપલ્લી રાધાકૃષ્ણન વૃદ્ધ થઈ રહ્યા હતા.  એમનો દેહ જે એક સમયે અતિ સુંદર અને સ્વસ્થ પણ હતો, તે હવે જર્જરિત અને ઢીલો થવા લાગ્યો હતો.  જીવનસંધ્યાનાં લક્ષણો પ્રગટ થવા લાગ્યાં હતાં.  આવા વૃદ્ધત્વના સવારની ઘટના છે.  તેઓ સ્નાનઘરમાં હતાં.  સ્નાન કર્યા બાદ તેઓ જેવા પોતાનું શરીર લૂછવા લાગ્યા કે તે જ વખતે અચાનક એમને ઊંડી નજરે જોયું કે એ દેહ તો કયાયનો જઈ ચૂકયો છે. જેને તેઓ પોતાનો માની બેઠા હતાં.  શરીર તો બિલકુલ બદલાઈ ગયું છે.  એ કાયા હવે કયાં છે ? જેની ઉપર એમણે પ્રેમ કર્યો હતો, જેની ઉપર એમને ગૌરવ હતું. તેની જગ્યાએ આ ખંડેર જ હવે બાકી રહી ગયું છે.

આવા વિચારની સાથે એમના દાર્શનિક મનમાં એક અત્યંત અભિનવ બોધ પણ અંકુરીત થવા લાગ્યો, ‘શરીર તો એ નથી, પરંતુ પોતે તે એ જ છે. પોતે તો જરાય બદલાયા નથી.  પોતાનાં બધાં કર્તુત્વો, ઉપલ્ધિઓના અંબાર વચ્ચે તેઓ પોતાના ઊંડાણમાં હતા એવા જ છે. વ્યક્તિત્વના બદલાતા, બનતા અને વિકસિત થતા વિવિધ આયામો વચ્ચે વ્યક્તિના રૂપમાં તેઓ યથાવત છે ? ત્યારે એમણે પોતાને જ સવાલ કર્યો, ‘ઓહ ! તો પછી હું કોણ છું?’ તેમના ઊડાણમાંથી જવાબ પણ મળ્યો અને તત્વેત્તાના રૂપમાં તેઓ પરિપૂર્ણ બન્યા.

આવા જ સવાલ દરેકે પોતાને પૂછવાનો હોય છે.  આ જ સવાલ અસલી છે.  જેઓ એ નથી પૂછતા, તેઓ એક રીતે વ્યથૅ જીવન જીવે છે.  જેઓ પૂછતા જ નથી, તેઓ ભલા ઉત્તર પણ કેવી રીતે મેળવી શકશે ? માટે પોતાને અત્યારે જ અને તત્કાલ એ સવાલ પૂછો કે, “હું કોણ છું?” પોતાના અંતરતમના ઊડાણમાં આ પશ્નને ગુંજવા દો, “હું કોણ છું?” જ્યારે પ્રાણોની પૂરી તાકાત સાથે કોઈ પુછે છે, ત્યારે તેને ઉત્તર અવશ્ય મળે છે અને તે ઉત્તર જીવનની સંપૂણ દિશા અને અર્થને પરિવર્તિત કરી દે છે.

લેખક :  પં. શ્રીરામ શર્મા આર્ચાય

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to હું કોણ છું ?

  1. Dhwani joshi says:

    ‘Who Am I’.. ”Hu Kon Chu’ book is really a good book to read… reality/Mirror of life…. Nice work… keep it up… jay gurudev…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s