મનુષ્ય જીવનની સાચી શોભા
June 27, 2008 Leave a comment
મનુષ્ય જીવનની સાચી શોભા
આગળ વધવાની ઇચ્છા અને નવા જન્મમાં કોઇ અંતર નથી. અંતરાત્માં કહે કે ઉન્નતિ કરવી જોઇએ. તો એમ સમજવું જોઇએ કે તમારી જીવનશક્તિ અદમ્ય સાહસ અને વિશ્વાસથી ઓતપ્રોત છે. હવે એક જ વાત બાકી રહે છે, કે ઊઠો અને વિઘ્નોને પાર કરતાં કરતાં આગળ વધતા જાવ. પછી જયાં સુધી મંજિલ મળી ન જાય ત્યાં સુધી સંઘર્ષનો આધાર ન છોડો. વીર અને વિજયીની જેમ મુશ્કેલી સાથે ટકરાતાં આગળ વધતા જ જાવ.
સાહસિક વ્યક્તિઓએ શક્તિ ઉધાર માંગવી પડતી નથી, તેમનો અંતરાત્માં જ તેને બળ આપે છે. નીતિના પથ પર આગળ વધનારને ઇશ્વરનો વિશ્વાસ અને તેમની કૃપા જ પૂરતાં છે. એવી વ્યક્તિ જયારે બુરાઇઓને, અંધપરંપરાઓને અને સામાજિક કુરીતિઓને કચડતી આગળ વધી નીકળે છે. તો તેનું અનુસરણ કરનાર આપોઆપ ઊભા થાય છે. પછી સંસારની કોઇ શક્તિ તેને હરાવવામાં સમર્થ નથી હોતી.
એક વાત યાદ રાખવાની છે કે સચ્ચાઇ અને ઇમાનદારીથી પ્રેરિત સંઘર્ષ જ સ્થાયી પ્રગતિનો આધાર છે. એકલો સંઘર્ષ જ પૂરતો નથી, તેમાં સત્યંનો સમંવય થશે તો જ ભીતરની શક્તિના આશીર્વાદ મળશે.
અન્યાય એક પડકાર છે, જે માણસની માણસાઇને લલકારે છે. તેનો જવાબ કોઇ ડરપોક અને કાયર આપી શકતો નથી. તે બિચારાને પોતાના સ્વાર્થ, પોતાનાં પ્રલોભનોમાંથી જ મુક્તિ કયાંથી ? પણ જેનામાં માણસાઇ બચી છે, તે અનીતિ અને અન્યાયના પ્રતીકાર માટે જાન જોખમમાં મૂકે છે. મનુષ્ય જીવનની સાચી શોભા પણ આ જ છે.














પ્રતિભાવો