ગાયત્રી મંત્ર : અદ્દભુત જડીબુટ્ટી
July 7, 2008 Leave a comment

ગાયત્રી મંત્ર : અદ્દભુત જડીબુટ્ટી
ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||
ગાયત્રી મંત્રની સાધનાથી માનવીના શરીરમાં રૂધિરાભિસરણ (બ્લડ સરક્યુલેશન) ની પ્રક્રીયા એકદમ સરળ બને છે.
રકતનો સંચાર શરીરના પ્રત્યેક અંગ સુધી પહોંચે છે. સાથે સાથે લોહીની શુધ્ધિ પણ થાય છે. સૌથી મોટો અને મહત્વનો લાભ માનસિક શાંતિ જાળવવાનો છે.
‘જેનું મન હળવું એનું જીવન હળવું’ મનના અફાટ સાગરમાં ઉછળતાં ઇર્ષ્યા, રાગદ્રેષ, ક્રોધ, ભય અને ચિંતાનાં મોજા શાંત પડે છે, શાંતિનો સાચો સાક્ષાત્કાર થાય છે, સંયમ વધે છે, શરીરમાં તાજગી, સ્ફૂર્તિનો અનુભવ થાય છે, કાર્યશક્તિ વધે છે. મનમાં સાત્વિક વિચારોનું બળ વધવાથી શારીરિક-માનસિક સમસ્યાઓ તથા રોગ નાબૂદ થાય છે. સમગ્ર જીવન હકારાત્મક બને છે.
માનવી લીલોછમ તથા તાજોમાજો લાગે છે. ગાયત્રી સાધનાની જડીબુટ્ટી ગાયત્રી મંત્ર જ છે.
આજે વિશ્વભરના તબીબી નિષ્ણાતો કબુલ કરે છે કે મોટા ભાગના શારીરિક-માનસિક રોગોનું મૂળ કારણ મન છે.
સારા માઠાં કર્મોનું મૂળ પણ મન છે. મન એ જ ઇશ્વર અને મન એ જ દેવતા છે. મનથી કોઇપણ વાત છુપાવી ન શકાય. મનને આપણા ઋષિમુનિઓએ મર્કટ એટલે કે માંકડાની સાથે સરખાવ્યું છે. તે સતત ઠેકડા માર્યા કરે, પરંતુ તેની પ્રચંડ શક્તિની આપણને જાણ નથી. એક વખત મન નામના શક્તિશાળી મર્કટ પર સંયમ નામની લગામ આવી જાય તો આખું જગત જીતી શકાય.
ગાયત્રી મંત્ર સતત જપવાથી જીવનમાં સંયમ આવી જાય છે. ગાયત્રી મંત્ર જે વિવેક, સદ્દવિચાર, સદ્દભાવના, પ્રેરણા, શાલીનતા, ઉજ્જવળ ભવિષ્ય તથા નવાયુગનો મંત્ર છે તે આખા વિશ્વમાં ફેલાઇ જવાનો છે.
ગાયત્રી મંત્રને એક જાતની જડીબુટ્ટી કહી છે. તેના દ્વારા માનવીને શાંતિ આનંદ, ઉલ્લાસ અને આત્મ સંતોષ મળે છે.
લેખક : પં. શ્રીરામ શર્મા આર્ચાય














પ્રતિભાવો