તમે પૈસા વગર પણ અમીર બની શકો છો.

તમે પૈસા વગર પણ અમીર બની શકો છો.

 

      તમને આશ્ચર્ય થશે કે શું વગર પૈસે કોઇ ધનવાન બની શકે ? હા, બની શકાય છે. આ સત્ય વાત છે.  સંસારમાં એવાં અનેક મનુષ્ય છે જેમના ખીસ્સામાં એક પૈસો પણ નથી અથવા તો ખીસ્સું જ નથી.  છતાં પણ તે ધનવાન છે અને એટલા મોટા એમની બરાબરી કોઇ કરી શકતું નથી.  જેમનું શરીર સ્વસ્થ છે, હ્રદય ઉદાર છે અને મન પવિત્ર છે તેજ સાચા ધનવાન છે.  સ્વસ્થ શરીર ચાંદીથી પણ વધારે કિંમતી છે, ઉદાર હ્રદય સોના કરતાં વધારે મુલ્યવાન છે અને પવિત્ર મનની કિંમત રત્નો કરતાં વધારે છે.  લોર્ડ કાલિંય્વુડ કહેતા હતા : “બીજા લોકોને ધન માટે મરવા દો.  હું તો પૈસા વગરનો અમીર છું.”  સિસરોએ કહ્યું છે : “મારી પાસે ઇમાનદારીથી કમાયેલા થોડા પૈસા છે, પરંતુ તે મને કરોડપતિઓથી વધારે આનંદ આપે છે.”

          દધીચિ, વશિષ્ઠ, વ્યાસ, વાલ્મીકિ, તુલસીદાસ, સૂરદાસ કબીર વગેરે વગર પૈસાના અમીર હતાં.  તેઓ જાણતા હતા કે મનુષ્યનું બધું જરૂરી ભોજન મુખ દ્વારા જ અંદર નથી જતું અને જીવનને આનંદિત બનાવનારી બધી વસ્તુઓ પૈસાથી ખરીદી શકાતી નથી.  ઇશ્વરે જીવનરૂપી પુસ્તકના દરેક પૃષ્ઠ પર અમૂલ્ય રહસ્યો લખી રાખ્યાં છે.  જો આપણે ઇચ્છિએ તો એને ઓળખીને જીવનને પ્રકાશિત કરી શકીએ છીએ. એક વિશાળ હ્રદય અને ઉચ્ચ આત્માવાળો મનુષ્ય ઝૂંપડીમાં પણ રત્નોનો ઝગમગાટ પેદા કરશે.  જે સદાચારી છે અને પરોપકાર કરે છે તે આ લોકમાં પણ ધનવાન છે અને પરલોકમાં પણ ભલેને તેની પાસે પૈસાનો અભાવ કેમ ન હોય !  જો તમે વિનયી, પ્રેમાળ, નિ:સ્વાર્થ અને પવિત્ર છો, તો વિશ્વાસ કરો કે તમે અનંત ધનના સ્વામી છો.

          જેની પાસે પૈસા નથી તે ગરીબ કહેવાશે, પરંતુ જેની પાસે ફકત પૈસા છે તે એનાથી પણ વધારે કંગાળ છે શું તમે સદ્દબુધ્ધિ અને સદ્દગુણોને ધન નથી માનતાં ? અષ્ટાવક્ર આઠ જગ્યાએથી વાંકા હતા અને ગરીબ હતા, પરંતુ જયારે જનકની સભામાં જઇને પોતાના ગુણોનો પરિચય આપ્યો ત્યારે રાજા એમનો શિષ્ય થઇ ગયો.  દ્રોણાચાર્ય જ્યારે ધૃતરાષ્ટ્રના રાજ દરબારમાં ગયા ત્યારે એમના શરીર પર પૂરતાં કપડાં પણ નહોતાં, પણ એમના ગુણોએ એમને રાજકુમારોના ગુરૂનું સન્માનજનક પદ અપાવ્યું.  મહાત્મા ડયોજનીજની પાસે જઇને દિંગ્વીજયી સિકંદરે નિવેદન કર્યું : “મહારાજ ! તમારા માટે કઇ વસ્તુ હાજર કરું ?” એમણે જવાબ આપ્યો : “સૂર્યનો તડકો આવવા દે અને તું એક બાજુ ઊભો રહે.  એ ચીજને રોકીશ નહિ જે ચીજ તું મને નથી આપી શકતો.” આટલું સાંભળતાં સિકંદર બોલી ઉઠયો : ” જો હું સિકંદર ન હોત તો ડ્યોજનીજ જ બનવાનું પસંદ કરત.”

          ગુરૂ ગોવિંદસિહ, વીર હકીકત રાય, છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ વગેરે એ ધન માટે પોતાનું જીવન ખર્ચું નહોતું.  એકવાર એક ધનવાન વ્યક્તિએ માનનીય ગોખલેને પૂછયું : તમે આટલા મોટા રાજનીતિજ્ઞ હોવા છતાં પણ ગરીબ જીવન કેમ જીવો છો ? એમણે જવાબા આપ્યો : ‘મારા માટે આટલું બહુ છે.  પૈસા ભેગા કરવા માટે જીવન જેવી મહત્વપૂર્ણ વસ્તુનો મોટો ભાગ નાશ કરવામાં મને કોઇ બુધ્ધિમત્તા નથી જણાતી.’

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s