ગુરુપૂર્ણિમા :-

ગુરુપૂર્ણિમા :-

ગુરુપૂર્ણિમાનું પર્વ અનુશાસનનો સંદેશ લઇને આવે છે.  દરેક સાધકે આત્માનુશાસનની ક્ષમતાને જાગૃત અને વિકસિત કરવી જોઇએ.

ગુરુ કોઇ વ્યક્તિ નથી પરંતુ સત્ માર્ગ પર આગળ જવા માંગતા જિજ્ઞાસુ સાધકોને માર્ગદર્શન તથા સહારો આપનાર ઇશ્વરીય ચેતનાનો જ એક અંશ છે.

“ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :

ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુત્ર્વે નમ: ॥ ” નું

સબોધન પણ કોઇ વ્યક્તિને નહીં પરંતુ તે ચિરંતન શક્તિને ઉદ્દેશીને જ થાય છે.  મનુષ્યના રૂપમાં રહેલાં સાચા ગુરુમાં પણ તે જ ચેતના વિકસિત અને શક્તિરૂપમાં રહેલી હોય છે.

શરીરધારી ગુરુ તો પોતાના અંત:કરણમાં રહેલ સદ્દગુરુને જાગૃત અને વિકસિત કરવામાં ફકત મદદ જ કરી શકે છે.  તેમની આ જ ઉપયોગિતા છે.

વર્તમાન યુગમાં ‘ગુરુ’ બનવું એક શોખ અને ઢોંગ માત્ર બની ગયો છે અને તેથી ‘ગુરુ’ શબ્દ કટાક્ષમાં વપરાય છે ત્યારે ભ્રમણાઓથી બચવા માટે સીધા સદ્દગુરુની શરણમાં જવું જોઇએ.  સદ્દગુરુના આદેશ અનુસાર આચરણની યુગસાધનામાં પ્રવૃત્ત રહેવાથી દિવ્ય સહાય મેળવવાની શક્તિ ધીમેધીમે વિકસિત થતી રહેશે.  ભગવાન દત્તાત્રેયને જે રીતે એક બે નહીં પરંતુ ચોવીસ ગુરુ મળ્યા હતા તે રીતે ઉપરોકત પ્રકારના સાધકોને મનુષ્ય દેહધારી અથવા તો અન્ય માધ્યમ દ્વારા માર્ગદર્શન અને સહાયનાં અનેક સ્ત્રોતો મળતાં રહેશે.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to ગુરુપૂર્ણિમા :-

  1. જય ગ્રુરુદેવ,
    ગુરૂ પૂર્ણિમાના પવિત્ર અવસર પર જ્ઞાન યજ્ઞની મશાલ સદા જલતી રહે,
    તે માટે આપના તરફથી અવાર નવાર શુભેચ્છા ઈધણ જેવું કામ કરી રહે છે,
    આપ આ જ્ઞાન યજ્ઞમા ભાગીદારી કરીને વધુ ને વધુ લોકો સુધી પહોચાડશો,
    જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…

  2. આદરણીયશ્રી. કાંતિભાઈ

    જયગુરૂદેવ

    ગુરૂપુર્ણિમાના પવિત્ર અવસર પર

    મારા તરફથી આપને ખુબ ખુબ શુભકામનાઓ

    આપે મને બ્લોગ જગતમાં નવું પગરણ કરાવ્યું એ નાતે

    તમે મારા ટેકનોલોજીમાં ગુરૂ થયા તથા આપ મારા કરતાં ધાર્મિક

    બાબતોમાં સો ગણા આગળ છો,
    સમાજ્ને નવો રાહ બતાવનાર છો.

    આપને મારા કોટિ કોટિ વંદન

    લિ.

    આપનો

    કિશોરભાઈ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s