સ્વાધ્યાય, દૈનિક જીવનની અનિવાર્ય આવશ્યક્તા :-

સ્વાધ્યાય, દૈનિક જીવનની અનિવાર્ય આવશ્યક્તા :

સંસારના પ્રાણી સંગ્રહાલયમાં ચિત્ર-વિચિત્ર જીવ-જંતુઓની બોલી સંભાળવા મળે છે.  લોકોના આ મેળામાં સારૂં ખરાબ બધું જ વેચાય છે, પરંતુ પવિત્ર દેવ મંદિરની જેમ સદ્દવિચારો ફકત એ ગ્રંથાલયમાં જ મળે છે જ્યાં વિણી વિણીને ઉત્તમ ગ્રંથરત્ન રાખવામાં આવ્યાં હોય.  દેવતા સ્વર્ગમાં રહે છે એમનાં પ્રતીક, ચિત્રો અને મૂર્તિયોના રૂપમાં સામે આવે છે.  મહામાનવ આપણી ધરતીના દેવતા છે.  તેઓ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પોતાના સદ્દકાર્યોનો લાભ સમાજને આપે છે.  તેઓ જ્યારે મરી જાય છે ત્યારે પોતાની શક્તિ એ ગ્રંથો દ્વારા વિખેરે છે જે એમણે પોતાની જીવન ગાથાના રૂપમાં છોડયા છે.  આ રીતે એમણે લખેલા ગ્રંથોમાં એમના જ્ઞાન અને અનુભવોનો સંગ્રહ હોય છે.  એમના શિષ્યોએ એમનો ઉપદેશ સમજવો જોઇએ અને એ પ્રમાણે આચરણ કરવું જોઇએ.  તેઓ જે રાજમાર્ગ પર ચાલ્યા તેના પર ચાલવું જોઇએ.  આપણે મહાપુરૂષોએ લખેલ સાહિત્ય ધ્યાનપૂર્વક વાંચીએ અને એનું મહત્વ સમજીએ ત્યારે જ આ કામ થઇ શકે છે.

ગીતામાં લખ્યું છે – જ્ઞાન જેવું પવિત્ર આ સંસારમાં બીજું કાંઇજ નથી.  વિવેકાનંદ કહેતા હતા કે આપણે પોતાના અને પોતાના સમયના વિષયમાં બહુ જ ઓછું જાણીએ છીએ.  પરિણામે એ નથી સમજી શકતા કે મુશ્કેલીઓનું નિવારણ કયા આધાર પર કરી શકાય છે,  જો આપણે વસ્તુસ્થિતિ સમજી શકીએ તો રડતાં-કકળતાં દુ:ખી જીવન ન જીવવું પડે.  જીવન જરૂરિયાતની સાધન સગવડોની જેમ આપણે સદ્દજ્ઞાનના સંગ્રહને પણ મહાત્વનું કાર્ય માનવું જોઇએ.

આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તેમાં અજવાળું ઓછું અને અંધારૂ વધારે છે. જ્ઞાન થોડું છે, અજ્ઞાન વધારે છે.  આપણે એટલું જ જાણીએ છીએ કે ધન કેવી રીતે ભેગું કરી શકાય છે, અને વેડફી શકાય છે.  એનો સાચી રીતે ઉપયોગ કરવાની જાણકારી આપણી પાસે કયાં છે?  આ અજ્ઞાનને લીધે જ લોકો ઘણું કમાતા હોવા છતાં પણ ગરીબાઇનાં રોદણાં રડે છે. જે છે એના બદલામાં દુર્વ્યસન અને દુર્ભાગ્ય ખરીદે છે.  આપણને એટલી પણ ખબર નથી કે શું ખાવું અને કેવી રીતે ખાવું જોઇએ. એ વાત તો બહુજ ઓછા લોકો જાણતા હશે કે જીંદગી કેવી રીતે જીવવી જોઇએ.  આશ્ચર્ય તો એ વાતનું છે કે જાણકારી ન હોવા છતાં પણ લોકો કેવી રીતે જીવે છે ?

જ્ઞાન એક પ્રકાશ છે.  આ પ્રકાશમાં આપણે વસ્તુઓના સંબંધમાં સાચી જાણકારી મેળવી શકીએ છીએ અને એનો સાચો ઉપયોગ કરી શકીએ છીએ.  સદ્દજ્ઞાન એને જ કહે છે. જરૂરી નથી કે ચિંતન-મનન કરીને જ સદ્દજ્ઞાન મેળવવામાં આવે.  મહાપુરૂષો આપણા માટે ઘણું સદ્દજ્ઞાન છોડી ગયા છે.  આ સદ્દગ્રંથો વાંચવાની પ્રક્રિયાનું નામ જ સ્વાધ્યાય છે.  દરેક વ્યક્તિએ દૈનિક કાર્યોમાં સ્વાધ્યાયને સ્થાન આપવું જોઇએ.

કોન્ફયુશસનું કહેવું છે કે – આખી રાત પ્રાર્થના કરવા કરતાં એક કલાક સત્સાહેત્ય વાંચવું વધારે સારૂં છે.  શહીદ માટે વિચારની કલમ અને શાહી બહુંજ મહત્વની છે.  બીજાઓની મુશ્કેલીઓ દુર કરવા માટે સમસ્યા ઉભી થવાનું કારણ અને સમાધાન બતાવીને આજે અને ભવિષ્યમાં આપ મેળે ઉદ્ધાર કરવાનો સાચો રસ્તો બતાવવામાં આવે.

જ્ઞાનની ઉપાસના માનવતાની સેવા છે.  એના માટે સ્વાધ્યાયનો આશરો લેવો જરૂરી છે.  જે આપણને સાચી વસ્તુસ્થિતિનું ભાન કરાવી શકે અને મહાપુરૂષો દ્વારા રચેલ ઉત્તમ સાહિત્યનો જ સ્વાધ્યાય કરવો જોઇએ.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s