આપણે પુરૂષમાંથી પુરુષોત્તમ બનીએ
July 23, 2008 Leave a comment
આપણે પુરૂષમાંથી પુરુષોત્તમ બનીએ
જો આત્મા અને પરમાત્માનો સંયોગ થઇ શકે તો સામાન્ય અને દીનહીન દેખાતી વ્યક્તિ નરમાંથી નારાયણ બની શકે છે અને તેની મહાનતા પરમાત્મા જેટલી જ વિશાળ હોઇ છે.
આત્મા અને પરમાત્મામાં અંતર પેદા કરતી માયા બીજું કાઇ નહીં, પણ કેવળ અજ્ઞાનનું એક ક્લેવર માત્ર છે. ભૌતિક આકર્ષણો, અસ્થિર સંપત્તિઓ અને હાંસીને પાત્ર એવી તૃષ્ણા,વાસનાઓમાં લપેટાયેલા રહેવાથી મનુષ્યને માટે એ વિચારી શકવું કઠીન બની જાય છે કે તે જે અલભ્ય અવસરને અર્થત્ મનુષ્યદેહને મેળવી શક્યો છે તે એક વિશેષ સૌભાગ્ય છે અને તેનો સદુપયોગ જીવનલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, વિશેષઉદ્દેશ્યોની પૂર્તિને માટે જ થવો જોઈએ. શરીરનો જ નહી,આત્માના આનંદને પણ ધ્યાનમાં રાખવો જોઈએ.
જો આપણે પોતાના સ્વરૂપ અને કર્તવ્યને સમજી શકીએ અને તે પ્રમાણે કાર્ય કરવા માટે તત્પર બનીએ તો આ ક્ષુદ્રતા અને અશાંતિથી સહજ જ છુટકારો મેળવી શકાય છે અને પુરૂષમાંથી પુરૂષોત્તમ બની શકાય છે.
અખંડજ્યોતિ, નવેમ્બર-1964, પેજ-1














પ્રતિભાવો