આ રીતે મળે છે સાચી લોકપ્રિયતા
July 23, 2008 Leave a comment
આ રીતે મળે છે સાચી લોકપ્રિયતા
જીવનની વાસ્તવિક સફળતા તથા લોકપ્રિયતા મેળવવા માટે ધનદોલત અથવા શક્તિના હથિયારની જરૂરિયાત નથી,તેના માટે જરૂર છે ગુણ, કર્મ અને સ્વભાવમાં શ્રેષ્ઠતાની સમાવેશ નહી થાય, ત્યાં સુધી ઘણી બધી ધનદોલત તથા શક્તિસંપન્નતા હોવા છતાં પણ મનુષ્ય વાસ્તવિક લોકપ્રિયતા નથી મેળવી શક્તો.
જે ગુણવાન છે તેનો આદર ધનવાન અને ગરીબ બંનેય કરે છે. તેની પુજા પ્રતિષ્ઠા કોઇ બાહ્ય આધાર પર નથી થતી,પરંતુ આંતરિક ગુણોના કારણે જ થાય છે. સહાનુભૂતી, સંવેદના,સહયોગ તથા સેવાના ગુણ મનુષ્યને સાહજિક રીતે જ લોકપ્રિય બનાવી દે છે. ગુણવાન મનુષ્યને એક સદ્ ભાવના જ એટલી બધી લોકપ્રિયતા અપાવી શકે છે. જે એક ધનવાન લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરીને પણ નથી મેળવી શક્તો. સહાનુભૂતિનો એક શબ્દ, સંવેદનાનુ એક આંસુ અને સેવાનુ એક કાર્ય સો ગણ સોના કરતા પણ વધારે મૂલ્યવાન છે.
જે સદાચારી છે, સારાં કર્મ કરનારાં છે, તેમનુ આચરણ જ તેમને લોકપ્રિય બનાવી દે છે. લોકો તેમના પર વિશ્વાસ કરશે. તેમને આદરની દ્રષ્ટિથી જોશે અને તેમની ચર્ચા કરશે. કર્મોની શ્રેષ્ઠતા અને નિષ્કલંકતામાં આસ્થા રાખનારાં લોકો મોટામાં મોટી તકલિફ ઉઠાવીને પણ કોઇને દગો નહીં દે, ખોટુ આચરણ અથવા પ્રદર્શનનો આધાર નહીં લે.
અખંડજ્યોતિ, ઓગષ્ટ-1966, પેજ-18-21














પ્રતિભાવો