ઇશ્વરની અનુભૂતિ કેવી રીતે થાય ?

ઇશ્વરની અનુભૂતિ કેવી રીતે થાય ?

જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હશે એટલી જ વ્યાપક હશે.  પંચમહાભૂતોમાં પૃથ્વીથી જળ, જળથી વાયુ, વાયુથી અગ્નિ અને અગ્નિથી આકાશ સૂક્ષ્મ છે, એટલે એક બીજાથી વધુ વ્યાપક છે.  આકાશ ઇથર તત્વ દરેક જગ્યાએ વ્યાપેલું છે, પરંતુ ,ઇશ્વરની સૂક્ષ્મતા સર્વોપરી છે એટલે એની વ્યાપકતા પણ વધુ છે.  વિશ્વમાં લેશમાત્ર પણ સ્થાન એવું નથી, જ્યાં ઇશ્વર ન હોય, અણુ અણુમાં એની મહત્તા વ્યાપી રહી છે.  સ્થાન વિશેષમાં ઇશ્વરતત્વ ઓછું વધુ હોઇ શકે છે, જેમ કે ચુલાની આસપાસ ગરમી વધુ રહે છે.  એટલે એમ કહી શકાય કે એ સ્થાને અગ્નિતત્વની વિશેષતા છે.  એ જ રીતે જળાશયો પાસેના શીતળ સ્થાનમાં અગ્નિતત્વ્અ ઓછું હશે.  સત્યનું, વિવેકનું આચરણ વધુ ત્યાં ઇશ્વરની વિશેષ કળાઓ વિધમાન હોય છે.  જયાં આળસ, પ્રમાદ, પશુતા તથા અજ્ઞાન છે, ત્યાં એની ન્યુનતા જ હોઇ શકે.  સંપૂર્ણ શરીરમાં જીવ વ્યાપેલો છે. જીવને કારણે જ શરીરની સ્થિતિ અને વૃદ્ધિ થાય છે, પરંતુ એમાં પણ સ્થાનવિશેષ પર જીવનું ઓછુંવત્તું પ્રમાણ જોઇ શકાઇ છે.  હ્રદય, મસ્તક, પેટ અને મર્મસ્થાનો પર તીવ્ર આઘાત લાગવાથી મૃત્યું થઇ જાય છે, પરંતુ હાથ, પગ, કાન, નાક, જાંઘ આદિ સ્થાનો પર એનાથી પણ વધુ આઘાત સહી શકાય છે.  વાળ અને નખ જીવની સત્તાથી જ વધે છે, પણ કાપવાથી જીવને કશી હાનિ થતી નથી.  સંસારમાં સર્વત્ર ઇશ્વર વ્યાપેલો છે.  ઇશ્વરની અધિકતા છે. એ જ રીતે પાપ પ્રવૃત્તિઓમાં ઇશ્વરતત્વની ન્યુનતા સમજવી જોઇએ.  ધર્માત્મા, મનસ્વી, ઉપકારી, વિવેકવાન અને તેજસ્વી મહાપુરુષોને ‘અવતાર’ કહેવામાં આવે છે, કેમ કે એમની સત્યનિષ્ઠાના આકર્ષણથી ઇશ્વરની માત્રા એમનામાં વધુ હોય છે.  અન્ય પશુઓ કરતા ગાયમાં તથા અન્ય જાતિઓ કરતાં બ્રાહ્મણમાં ઇશ્વરનો અંશ વધુ માનવામાં આવ્યો છે, કેમ કે એમની સત્યનિષ્ઠા તથા ઉપકારી સ્વભાવ ઇશ્વરશક્તિને બળપૂર્વક પોતાની અંદર વધુ માત્રામાં ખેંચીને ધારણ કરી લે છે.

ઉપર્યુકત પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ જડ-ચેતન સૃષ્ટિના નિર્માણ, નિયંત્રણ , સંચાલન અને વ્યવસ્થા કરનારી આધ બીજ શક્તિને ઇશ્વર કહે છે.  આ સંપૂર્ણ વિશ્વના કણેકણમાં તે વ્યાપ્ત છે અને સત્યની, વિવેકની તથા કર્ત્તવ્યની જયાં અધિકતા છે ત્યાં ઇશ્વરીય અંશ અધિક છે.  જે સ્થાનોમાં અધર્મનો જેટલા અંશમાં સમાવેશ છે, ત્યાં એટલા જ અંશમાં ઇશ્વરની દિવ્ય સત્તા ઓછી હોય છે.

સૃષ્ટિના નિર્માણમાં ઇશ્વરનો ક્યો ઉદ્દેશ્ય છે? એનું યોગ્ય કારણ જાણવાનું માનવબુદ્ધિ માટે હજી સુધી શકય નથી બન્યું.  શાસ્ત્રકારોએ અનેક અટકળો આ સંદર્ભમાં કરી છે, પરંતુ એમાં એક પણ એવી નથી, જેનાથી પૂરો સંતોષ મળે. સૃષ્ટિની રચનાનો ઇશ્વરનો ઉદ્દેશ્ય હજી સુધી અજ્ઞેય બની રહ્યો છે.  ભારતીય અધ્યાત્મવેત્તા એને ઇશ્વરની “લીલા” કહે છે.  એટલે ,ઇશ્વરવાદનો સિદ્ધાંત સર્વથા સ્વાભાવિક અને મનુષ્યના હિતને અનુકૂળ છે.  આજ સુધી માનવસમાજે જે કંઇ ઉન્નતિ કરી છે એનો સૌથી મોટો આધાર ઇશ્વરીય વિશ્વાસ જ રહ્યો છે.  પરમાત્માનો આશ્રય લીધા વિના મનુષ્યની સ્થિતિ નિરાધાર બની જાય છે,  જેથી એ પોતાનું કોઇ પણ લક્ષ સ્થિર નથી કરી શકતો અને લક્ષ્ય વિના સંસારમાં કોઇ મહાનકાર્ય સંભવ બનતું નથી.  એટલે પરમાત્માના વિરાટ સ્વરૂપના રહસ્યને સમજીને જ આપણે સંસારમાં આપણી જીવનયાત્રા આગળ વધારવી જોઇએ.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s