ભારતીય સંસ્કૃતિનો ફેલાવો :
August 10, 2008 Leave a comment
ભારતીય સંસ્કૃતિનો ફેલાવો :
ભારતીય સંસ્કૃતિનો સૂયોદય જરૂર થશે. અત્યારે જમાનો બદલાઇ રહ્યો છે. અત્યાર સુધી પૈસા ગણ્યાગાંઠયા માણસો પાસે જ હતા. હવે એ પૈસા ગરીબો પાસે પણ આવવાના છે. પહેલાંના જમાનામાં આપણા દેશનું ગૌરવ વિશ્વમાં હતુંઓ આપણે ધાર્મિક દ્રષ્ટિએ સૌથી આગળ હતા. આપણો દેશ સ્વર્ગ કહેવાતો હતો અને એમાં રહેતા માણસો દેવ ગણાતા હતા.
આ દેશના દરેક ઘરમાં ત્યાગ અને બલિદાનની ભાવનાવાળા મનુષ્યો હતા. મધ્યયુગમાં આ ગુણો ઘટી જવાને લીધે દેશની પરિસ્થિતિ બગડી ગઇ. હવે ફરી પહેલાંનો સમય પાછો આવવાનો છે. એમાં જ્ઞાન, શક્તિ અને વિધાનો સૂર્યોદય થવાનો છો.
આજકાલ બધે અધિકારોની માગણી અને તેના માટે સંઘર્ષ વધી રહ્યો છે, પણ એના પહેલા આપણે આપણી ફરજ પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પશ્ચિમવાળા કહે છે કે પોતાના જીવનમાં માન-સન્માન વધારો. એનાથી તમારી ઉન્નતિ થશે, પણ આપની સંસ્કૃતિ આધ્યાત્મિક ઉન્નતિ કરવાનું વધુ જરૂરી માને છે. આપને જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચારધારાનો પ્રચાર કરવા ઇચ્છીએ છીએ એનાથી દુનિયાની તમામ મુશ્કેલીઓનું નિવારણ થઇ શકે છે, પણ જે સ્થાનમાંથી આપણા સુખદુ:ખની ઉત્પત્તિ થાય છે એનું નિયંત્રણ રાજનૈતિક શક્તિ નથી કરી શકતી. એ કામ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે.
માણસને સાચા અર્થમાં માણસ બનાવવાની શક્તિ ભારતીય સંસ્કૃતિમાં જ છે. એ સંસ્કૃતિ આપણને શિખવાડે છે કે માણસ માણસને પ્રેમ અને સહારો આપવા માટે પેદા થયો છે, નહીં કે અંદરોઅંદર લડી મરવા.
અખંડજ્યોતિ, મે-1956, પેજ-16














પ્રતિભાવો