પ્રેમ જ સર્વોપરી છે :

પ્રેમ જ સર્વોપરી છે :

ઇશ્વરીય જ્ઞાન અને નિ:સ્વાર્થ પ્રેમના અનુભવથી ઘૃણાનો ભાવ નષ્ટ થઇ જાય છે, બધા જ દુર્ગુણો દૂર થઇ જાય છે અને એ માણસને પ્રેમ, ન્યાય અને ઉપકાર જ શ્રેષ્ઠ લાગે એવી દિવ્યદ્રષ્ટિ મળી જાયછે.

પોતાના મગજને દ્રઢ નિશ્ચયી તથા ઉદાર ભાવનાઓની ખાણ બનાવો પોતાના હ્રદયમાં પવિત્રતા અને ઉદારતાની ભાવના જગાડો.  પોતાની જીભને મૌન પાળવા તથા સત્ય અને મધુર વાણી બોલવાકેળવો. પવિત્રતા અને શક્તિ મેળવવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે.  જીવનમાં બીજાનો પ્રેમ પણ આ રીતે જ મેળવી શકીએ.  તમારું જીવન આવું શ્રેષ્ઠ હશે તો તમે બીજાનો વિશ્વાસ જીતી શકશો.  પછી બીજાને તમારે અનુકુળ બનાવવાની જરૂર નહીં પડે.  પ્રેમ, સત્ય અને મધુર વાણીથી તમે બીજાને પોતાના વશમાં કરી શકશો, કારણ કે પ્રેમ જ સર્વોપરી, બળવાન અને વિજય આપનાર હોય છે. પ્રેમથી ભરેલો વિચાર, કાર્ય અને સલાહ વ્યર્થ જતાં નથી.

એ વાતને સારી રીતે સમજી લો કે પ્રેમ વિશ્વવ્યાપી છે, મુખ્ય છે અને આપણી દરેક જરૂરિયાતને પૂરી કરવાની શક્તિ ધરાવે છે.  પ્રેમ દુર્ગુણોને દૂર કરનાર, મનની અશાંતિ દૂર કરનાર છે.  નિ:સ્વાર્થ પ્રેમમાં જ શાંતિ, પ્રસન્નતા અને પવિત્રતા રહેલી છે.  પ્રેમથી બધાને જીતી શકાય છે.  પ્રેમમાં અપારશક્તિ રહેલી છે.

અખંડજ્યોતિ, ઓકટોબર-1943, પેજ-187

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s