માણસ પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે :
August 11, 2008 Leave a comment
માણસ પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે
જયાં સુધી તમે બીજા પર આધારિત રહો છો અથવા એવું સમજો છો કે મારા દુ:ખને બીજો કોઇ દૂર કરશે તો એ તમારો ખોટો ભ્રમ છે. જે મુશ્કેલીઓ તમારા જીવનમાં આવે છે એમનું દુ:ખદ પરિણામ આપણી ત્રુટિઓને લીધે જ ભોગવવું પડે છે. આપણી ત્રુટિઓને દૂર કરી આપણી જાતે જ આપણી મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ.
સંસારમાં સફળતા મેળવવા માટે આકાંક્ષાની સાથે આપણી યોગ્યતાઓને પણ વધારવી જોઇએ. તમારું ભાગ્ય કેવી રીતે લખવું જોઇએ એનો નિર્ણય કરતી વખતે વિધાતા તમારી આંતરિક યોગ્યતાઓની પરખ કરતા હોય છે. પ્રગતિ કરવાના ગુણોનો વિકાસ સારી રીતે કર્યો હોય તો ભાગ્યમાં પ્રગતિનો લેખ લખવામાં આવે છે. જો આપણે દુર્ગુણોને આપણી અંદર ભરી રાખ્યા હશે, અજ્ઞાનને દૂર કરવા પ્રયત્ન નહીં કર્યો હોય તો વિધાતા ભાગ્ય લખવામાં બીજી ભાષાનો ઉપયોગ કરશે. વિધાતા લખી દેશે કે જયાં સુધી યોગ્યતા વધારવામાં નહીં આવે ત્યાં સુધી એણે દુ:ખમાં, મુશ્કેલીઓમાં સબડવું પડશે.
આપણે આપણું ભાગ્ય કેવું લખાવવું છે એ આપણા હાથની વાત છે. જો તમે આત્મનિર્ભર બનશો, એને અનુરૂપ તમે તમારી યોગ્યતા વધારશો તો વિધાતાએ વિવશ બનીને તમારી ઇચ્છા પ્રમાણે ભાગ્ય લખવું પડશે. આત્મવિશ્વાસ સાથે જયારે સુયોગ્ય માર્ગની તપાસ કરશો તો એ અવશ્ય મળી જશે. મન હોય તો માળવે જવાય. સખત મહેનતથી ભાગ્ય બદલી શકાય.
-અખંડજયોતિ, સપ્ટેમ્બર-1943, પેજ-4 170














પ્રતિભાવો