મન જ શત્રુ , મન જ મિત્ર :
August 13, 2008 Leave a comment
મન જ શત્રુ , મન જ મિત્ર :
મનોદશામાં આવશ્યક સુધારો થયા વિના ન તો શારીરિક સ્થિતિ સુધરે છે કે ન પારિવારિક વ્યવસ્થા સ્થપાય છે. આર્થિક પ્રશ્ન પણ ઘણુંખરું એના પર આધારિત છે, મન એક પ્રકારનું પ્રત્યક્ષ કલ્પવૃક્ષ છે. તેની નીચે બેસીને આપણે જેવી કલ્પના કરીએ છીએ, જેવી ભાવના રાખીએ છીએ તેવી જ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહે છે.
“બગડેલું મન જ મનુષ્યનો સૌથી મોટો શત્રુ” અને
“સુધરેલું મન જ પોતાનો સૌથી મોટો મિત્ર છે.”
આ માટે ગીતાકારે કહ્યું છે કે, “ઉદ્ધરેદાત્મનાતમાનં નાત્માનં અવસાદયેત” અર્થાત્ પોતાની સુધારણા પોતે કરો પોતાને પતિત ન થવા દો. પોતાની સુધારણાં મનુષ્ય જાતે જ કરી શકે છે. બીજાના શિખવાડવાની ઉપેક્ષા પણ કરી શકાય છે અને નુકતેચીની પણ કરી શકાય છે. કોઇ વ્યક્તિ ત્યારે જ સુધરે છે કે જ્યારે મનમાં પોતાની સુધરવાની તીવ્ર ઈચ્છા જાગૃત થાય છે. આ આત્મસુધારણાનું જાગરણ જ મનુષ્યના સૂતેલા ભાગ્યનું જાગરણ છે. લોકો જ્યોતિષિઓને પૂછતા રહે છે કે અમારો ભાગ્યોદય ક્યારે થશે? તેઓ બિચારાઓ શું ઉત્તર આપી શકે. દરેક મનુષ્યનું ભાગ્ય તેની પોતાની મુઠ્ઠીમાં છે. પોતાની ટેવોને કારણે તેની દુર્ગતી થાય છે. જ્યારે મનુષ્ય પોતાની ખામીઓને સુધારવા માટે કટિબદ્ધ બની જાય છે ત્યારે આ પરિવર્તનની સાથે સાથે તેનું ભાગ્ય પણ બદલવા માંડે.
-અખંડજયોતિ, જૂન-1962 , પેજ-28














પ્રતિભાવો