દ્રઢ ઈચ્છાશક્તિના ચમત્કાર :
August 25, 2008 Leave a comment
દ્રઢ ઈચ્છાશક્તિના ચમત્કાર :
કોઈપણ કામને હાથમાં લેતા પહેલા એ જરૂરથી વિચારવું જોઈએ કે આ કામને પૂર્ણ કરવામાં મને વધુમાં વધું નુકસાન થઈ શકે તેમ છે. આમ કરવાથી મનમાં દ્રઢતા પેદા થાય છે અને મનુષ્ય પ્રલોભનોમાંથી બચી જાય છે. એવું પણ બની શકે કે એક નિશ્ચય પર પહોંચ્યા પછી કાર્ય શરૂ કર્યું, પરંતુ થોડા સમય પછી તરત જ કોઈ બીજું પ્રલોભન સામે આવી જતાં પહેલાંના જેવી અનિશ્ચિત સ્થિતિ ઊભી થઈ જાય છે. મનુષ્ય આ નવા પ્રલોભનનો શિકાર થઈ જાય તો તેની ઈચ્છાશક્તિ નબળી પડી જાય છે.
આથી પોતાના પ્રથમ નિશ્ચયમાંથી ક્યારેય પણ ડગવું ન જોઈએ. લોભનો ઉપરાંત પોતાના નિશ્ચય પર અટલ રહેવામાં બીજી અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ પેદા થઈ શકે છે, જેમાં એક છે અનુમાન ન કર્યુ હોય તેવી મુશ્કેલીઓ. મનુષ્ય ભલે ગમે તેટલો દીર્ધદ્રષ્ટિવાળો અને કલ્પનાશીલ હોય, પરંતુ કોઈ કાર્યમાં સામે આવનારી મુસીબતોનું સો ટકા સાચું અનુમાન લગાવવું તેના માટે અશક્ય છે. કોઈ નિશ્ચય પર પહોંચ્યા પછી જ્યારે આપણે કાર્ય શરૂ કરીએ છીએ ત્યારે અનેક એવી કઠણાઈઓ સામે આવી જાય છે કે તેની આપણને કલ્પના પણ નથી હોતી.
બસ, આટલી વાતથી આપણું મન ડગમગવા માંડે છે. આપણે આવી સ્થિતિનો સામની કરવા માટે તૈયાર રહેવું જોઈએ. કાર્યસિદ્ધિના માર્ગમાં જ જાણે કઈ તકલીફ કયાંથી આવી જાય, તેથી તેનો સામનો ધીરજપૂર્વક કરવો જોઈએ અને આમ કરવાથી જ દ્રઢ ઈચ્છાશક્તિ ટકી રહે છે.
-અખંડજયોતિ, સપ્ટેમ્બર-1959 , પેજ-12














પ્રતિભાવો