મનને સાધવું અશકય નથી :
August 25, 2008 Leave a comment
મનને સાધવું અશકય નથી :
એ વાત સાચી છે કે મન સ્વભાવથી જ ખૂબ ચંચળ અને પ્રયત્નશીલ હોય છે. તો પણ મુશ્કેલીથી વશ થાય છે. તો પણ તેને એકાગ્ર કરવું અશક્ય કદાપિ નથી. થોડા ઉપાયોથી તેને વશ કરીને એકાગ્ર બનાવવામાં આવે, માણસ તેના મનને કોણ જાણે દુનિયાની કેટલીયે નાની નાની વાતોમાં ફસાયેલું રાખે છે, એમાંથી મોટાભાગની તો એવી જ હોય છે જેનું કોઇ પ્રયોજન નથી હોતું કે નથી હોતો જીવનમાં એનો કોઇ ઉપયોગ માણસ આ દુનિયાની તમામ નકામી અને બિનજરૂરી વાતોને છોડીને પોતાના મનને કોઇ ચોક્કસ ધ્યેય,પ્રયોજન અથવા લક્ષ્યમાં લગાડે, મન એક જ હોય છે તે કોઇ એક જ હેતુમાં સંપૂર્ણ રીતે લગાવી શકાય છે. તે એક વખતે એક જ કામ કરી શકે છે. જે એક કામમાં મનને સંપૂર્ણ રૂપે નિયોજિત રાખવામાં આવશે, તે કાર્ય ચોક્કસ સફળ થશે, એમાં જરા પણ શંકા નથી.
આ નકામી ઉત્સુક-વૃત્તિથી બચવા માટે માણસે જોવું જોઇએ કે પોતાની વિચારધારાને નિરંકુશ થવા દે. બધી વિચારધારા પોતાના ધ્યેયના ચિંતનમાં જ લગાડવી જોઇએ. જે લોકો પોતાના ધ્યેયથી અલગ પોતાની વિચારધારાને વહેવા દે છે, તેમનું મન અસ્તવ્યસ્ત અને ચંચળ જ બની રહે છે, તે છિન્નભિન્ન થઈને આમતેમ ભટકતું રહે છે જેનાથી તેની શક્તિ વિકાસ પામતી જે જીવનની સફળતા માટે જરૂરી છે.
વિચારધારાનો પ્રકાર સંગ અને સાહિત્યથી નિર્માણ થાય છે. માણસ જેવા લોકો સાથે રહે છે અને જે પ્રકારનું સાહિત્ય વાંચે છે,તેની વિચારધારા તે રીતની બને છે. વાતોડિયાં, વાચાળ અને ગપ્પીદાસ લોકોનો સંગ કરનારા પણ મોટે ભાગે તેવા જ થઈ જાય છે. જાસૂસી વાર્તાઓ, નવલકથાઓ અથવા કામોત્તેજક સાહિત્ય વાંચનારાઓનું મન એકાગ્ર નથી થઇ શકતું. ઘણા લોકો છાપાઓમાં છપાતા સનસનાટીભર્યા અને વિચિત્ર સમાચારો વાંચવામાં જ રુચિ રાખે છે. આવા લોકો પણ પોતાનું મન એકાગ્ર કરવામાં સફળ નથી થતા. મનની એકાગ્રતા માટે ગંભીર, શીલવાન અને ઉચ્ચ કોટિના લોકોનો જ સંગ કરવો જોઇએ અને એવું સાહિત્ય વાંચવું જોઇએ. હલકું સાહિત્ય અને હલકો સંગ માણસને સ્વભાવથી જ ચંચળ અને હલકો બનાવે છે. જે વિચાર અથવા કાર્ય મનમાં ચિંતા કે ખળભળાટ પેદા કરનારા હોય છે તેનાથી એકાગ્રતાના ઉદ્દેશ્યને નુકસાન થાય છે.














પ્રતિભાવો