વિચારોની શક્તિ મહાન
August 25, 2008 Leave a comment
વિચારોની શક્તિ મહાન
મનની એકાગ્રતાનો બીજો અર્થ છે વિચારોની એકાગ્રતા. વિચાર નકામી ચીજ નથી. ઘણા લોકો એ વાતની ચિંતા નથી કરતા કે તેમના મન મગજમાં કેવાં પ્રકારના વિચારો આવતા જતા રહે છે. ગંદા અને નકામા વિચારો આવવા છતાં તે તેમાં તણખલાની જેમ વહેતા રહે છે. તેઓ સમજી શકતા નથી કે એનાથી તેમને શું અને કેટલું નુકશાન થવાનું છે. વિચાર એક શક્તિ છે. અમોઘ શક્તિ. તે માણસના સંપૂર્ણ જીવન પર પોતાનો સ્થાયી પ્રભાવ પાડે છે. પોતાને અનુરૂપ તેને હાનિ લાભ તરફ લઈ જતા રહે છે.
જેનું મન-મગજ ઉત્સાહ અને આશાપૂર્ણ વિચારધારાથી ચાલે છે; જેમના વિચાર અને આદર્શ ઊંચા હોય છે; જે હંમેશા આગળ વધવા, ઊંચે જવા અને જીવનમાં કોઈ મોટું કામ કરવાની વાત વિચારે છે, ચોક્કસ તેઓ એક દિવસ પોતાના આ ઉદ્દેશ્યમાં સફળ થાય છે. જે રીતે નિરર્થક, હેતુ રહિત અને વૈવિઘ્યપૂર્ણ વિચાર મનુષ્યને ચંચળ અને એના મનની શક્તિઓને છિન્ન-ભિન્ન કરી નાખે છે, તે રીતે તેના ઊંચા ઉદ્દેશ્યપૂર્ણ અને આદર્શવાદી વિચાર તેમાં ગંભીરતા અને એકાગ્રતા પેદા કરે છે.
વિદ્વાન મનોવિજ્ઞાનની સોલોમને એક જગ્યાએ લખ્યું છે – “મનુષ્ય ચુપચાપ મનમાં જેવા વિચાર લઈને ફરે છે તેવો જ તે બને છે“ પણ મોટી મોટી વાતો કરવાથી કંઇ થતું નથી. આપણા કથનમાં આપણા સંકલ્પનું સત્ય હોવું જોઈએ. જે વિચારોમાં પૂર્ણ સત્ય, દઢતા, અને આસ્થા હશે, તે વિચારો પાછળ સર્જનશક્તિ નિવાસ કરે છે.














પ્રતિભાવો