વિચારશીલ બનો :

વિચારશીલ બનો :

જીવનમાં સફળતા મેળવવા માટે માણસે ચિંતક અને વિચારશીલ હોવું અત્યંત જરૂરી છે પણ એનો એ અર્થ કદી નથી કે ગમે તેવા વિચાર આવી જાય, તેમનું જ ચિંતન-મનન કરતા રહેવામાં આવે.  પોતાના મન અને મગજમાં આવનારા વિચારોને એકઠા કરતા રહેવું જોઇએ.

માણસના મગજમાં રોજ હજારો વિચાર આવ્યે – જાય છે, પણ તે બધા ઉપયોગી અને સાર્થક હોય તે જરૂરી નથી.  મગજમાં હર ક્ષણ આવતા વિચારોને જોવા પરખવા જોઇએ અને જે વિચાર પોતાના ઉદ્દેશ્ય અને હેતુ માટે જરૂરી અને ઉપયોગી જણાય તેમને તો રહેવા દેવામાં આવે અને બાકીના બધા બેકાર વિચારોને કાઢીને ફેંકી દેવા જોઇએ.

જો કે વિચારોને રોકવા અને કાઢીને ફેંકી દેવામાં થોડી મુશ્કેલી જરૂર પડે છે તો પણ થોડા અભ્યાસ વડે આ સરળ બનાવી શકાય છે. થોડો સમય સાવધાન તથા સક્રિય રહ્યા પછી માણસનો સ્વભાવ જ એવો બની જશે તે તેની ચિંતનધારામાં બિનજરૂરી વિચાર પ્રવેશ જ નહિ કરી શકે. આ રીતે જ્યારે મનમાં શુદ્ધ તથા સુંદર વિચાર દ્રઢ થવા લાગશે તો તે પોતે પણ પોતાનાથી વિરોધી વિચારોને પોતાના ક્ષેત્રમાં નથી રહેવા દેતા. વિચાર વિચારોને પોતે જ બોલાવે કે ભગાડી મૂકે છે.

મનની એકાગ્રતાની પ્રાપ્તિ થતાં જ માણસની અંદર સૂતેલી બધી શક્તિઓ જાગી ઊઠશે, જેની તાકાત પર આ અશક્ય દેખાતાં કામોને પણ શક્ય બનાવે છે.  તૂટેલું મન અને અસ્તવ્યસ્ત શક્તિથી દુનિયામાં કોઇપણ મોટું કામ નથી કરી શકાતું.  પોતાની શક્તિઓનો સંકલિત ઉપયોગ જ તે ઉપાય છે, જેનાથી કોઇ પણ કાર્યની સિદ્ધિ મેળવી શકાય છે. પરંતુ આ ઉપાયનો પ્રયોગ એક માત્ર એકાગ્ર મન પર જ આધારિત છે.  ભલે, માનવીએ અભ્યાસ અથવા સાધના દ્વારા માનસિક એકાગ્રતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવા જોઇએ.


About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s