અનીતિથી ધન ભેગું ના કરો :

અનીતિથી ધન ભેગું ના કરો  :

અનીતિથી ભેગું કરેલું ધન કયારેય આનંદ આપતું નથી.  તે ખરાબ રીતે નાશ પામે છે. એનો નાશ થવાથી લોકો રડે છે, માથાં કૂટે છે, એટલે સુધી કે લોકો પાગલ થઈ જાય છે, પરંતુ પોતાની ભૂલનો સ્વીકાર કરતા નથી.  જો તેઓ એટલું જ સમજે કે જેવી રીતે મારું ધન નાશ પામવાથી મને જેવું દુ:ખ થાય છે એવું જ દુ:ખ મેં જેનું ધન લઈ લીધું છે  એને પણ થશે, તો એ બીજાનું ધન અન્યાયથી લૂંટી લેવા તત્પર થશે નહીં. જયાં સુધી મનુષ્યમાં આ પ્રકારના આત્મભાવની કમી રહેશે ત્યાં સુધી એ ઉન્નતિઅના શિખર પર ચઢી શકે નહીં.

અપાર ધનનો માલિક હશે તો પણ તે કોઈ સુખ કે શાંતિ મેળવી શકે નહીં.  અનાચાર અને અત્યાચારથી ભેગા કરેલા ધનથી કોઇ પણ સુખી રહી શકે? જે વ્યક્તિઓનાં કર્મ સારાં છે અને જેમનું લક્ષ્ય ઉત્તમ છે તેઓ પોતાની બધી જ સંપત્તિ ત્યાગી દે તો પણ દુ:ખી થતા નથી. એમના સુખની સામગ્રી હંમેશાં એમની પાસે જ હોય છે.

એ જ ધન શ્રેષ્ઠ છે, જે પરિશ્રમ તેમજ ઈમાનદારીથી શ્રેષ્ઠ પ્રયત્નો દ્ધારા મેળવ્યું છે.  અન્યાયથી મેળવેલું ધન ગમે  તેટલું જલદી તથા વધારે પ્રમાણમાં કેમ ભેગું ન થયું હોય, પણ એનાથી રોગ, શોક, ચોરી, વિપત્તિ, રાજદંડ, નુકસાન વગેરે જેવા ખરાબ યોગો ઉત્પન્ન થાય છે અને અનેક પ્રકારનાં દુ:ખો આપીને નષ્ટ થાય છે.  મહેનતથી અને ઈમાનદારીથી કમાયેલું ધન સુખ, શાંતિ અને આનંદ આપનાર છે.

-અખંડજયોતિ, જૂન-1949 , પેજ-2

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to અનીતિથી ધન ભેગું ના કરો :

  1. johnny says:

    EBYPV5 Thanks for good post

  2. ઊંઝા જોડણી says:

    સાચી વાત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s