ઈશ્વર ક્યાં છે ?
August 28, 2008 Leave a comment
ઈશ્વર ક્યાં છે ?
ઈશ્વરને શોધવા માટે, એને મેળવવા માટે આપણે વિવિધ પ્રયત્નો કરીએ છીએ, છતાં એને મેળવી શકતા નથી. કહે છે કે તે સર્વત્ર છે, સર્વવ્યાપી છે, છતાં તે આપણને કેમ દેખાતો નથી ? એને પ્રાપ્ત કરવામાં આખું જીવન પૂરું થઈ જાય છે, છતાં તે મળતો નથી. અંતે નિરાશ થઈને કહીએ છીએ કે ઈશ્વર છે જ નહિ.
ભાઈ, ઈશ્વર છે,પરંતુ એને શોધવામાં તમે ભૂલ કરી રહ્યા છો. તમે એને ધનવૈભવથી મેળવી શકતા નથી. જો એને મેળવવો હોય તો પ્રેમ કરતાં શીખો. પ્રાણીમાત્રને પ્રેમ કરો, જડચેતનને પ્રેમ કરો, તમારા આત્માને પ્રેમ કરો. એને મેળવવા માટે જંગલમાં જવાની, ધૂણી ધખાવવાની કે ધનવૈભવ વેડફવાની કોઈ જરૂર નથી. તે જ્યારે સર્વત્ર છે તો તમારી અંદર પણ હશે.તે તમારા શરીરમાં આત્મારૂપે રહેલો છે. શું તમે કદી તમારા આત્માના અવાજ તરફ ધ્યાન આપ્યું છે? ના, એ જ કારણે તમે એને શોધવા છતાં મેળવી શકતા નથી.
વિચાર કરો કે જ્યારે તમે બોલો છો, ચાલો છો, કામ કરો છો, વિચારો છો અથવા તમને શુભકાર્ય કરવાની પ્રેરણા થાય છે તો તે પ્રેરણા ક્યાંથી થાય છે અને કોણ કરે છે? જ્યારે તમે કોઈને દુ:ખ પહોંચાડવાનો વિચાર કરો છો અને તમને અંદરથી કોઈ રોકે છે કે એવું ના કરીશ, તે કોણ છે? તે આપણી અંદર બેઠેલો ઈશ્વર જ છે. તેથી ઈશ્વરને આપણી અંદર જ શોધવો જોઈએ. ત્યાંથી જ તે પ્રાપ્ત થશે.
અખંડજ્યોતિ, એપ્રિલ-1944, પેજ-82














પ્રતિભાવો