જીવનનું લક્ષ્ય એક જ હોવું જોઈએ :
August 28, 2008 Leave a comment
જીવનનું લક્ષ્ય એક જ હોવું જોઈએ :
લક્ષ્ય દૂર જ હોય છે અને તેના દ્રારા થનાર લાભ પણ દૂરોગામી હોય છે. વચ્ચે એવાં અનેક કામ આવી શકે છે, જેનાથી તાત્કાલિક લાભ થવાની સંભાવના રહે છે. આવા લાભને જોઈને મનુષ્યનું મન ડગમગવા લાગે છે. તે વિચલિત થઈને પથભ્રષ્ટ થઈ જાય છે. આવા પ્રસંગોને મનને દ્રઢ રાખવાની જરૂર છે. પોતાના જીવનના લક્ષ્ય પ્રત્યે મનુષ્યે દરેક સ્થિતિમાં સજાગ રહેવું જોઈએ..
જો આપનું લક્ષ્ય સ્થિર હશે તો આપ સેંકડો અડચણોથી દૂર રહેશો. આપનું મન અનિશ્ચિતતા અને આંતરિક યુદ્ધમાંથી મુકત રહેશે. ગૂંચવણ ભરેલી પરિસ્થિતિઓમાં પણ આપ નિર્ણય લઈ શકશો અને આપની ઈચ્છાશક્તિ દ્રઢ બનશે. આપ સમયનો સદુપયોગ કરવાનું શીખી શકશો, કારણ કે જ્યારે ફાલતું વાતો તરફ આપનું ધ્યાન જ નહીં જાય તો સમયનો બગાડ પોતાની જાતે જ અટકી જશે. લગભગ હંમેશાં આપ પોતાની શક્તિરૂપી સંપતિનો ખૂબ બગાડ કરતા રહો છો, પરંતુ લક્ષ્ય નિશ્ચિત થવાથી આપની શક્તિનો એક એક કણ તેને પૂર્ણ કરવા પાછળ લાગશે. પોતાની શક્તિનું અનુમાન પણ આપને ત્યારે જ થશે. સૂર્યનાં કિરણોમાં આમ તો સાધારણ ગરમી હોય છે, પરંતુ જ્યારે ઘણાં બધાં કિરણોને બિલોરી કાચ વડે એક કેન્દ્રબિંદુ પર ભેગાં કરવામાં આવે છે ત્યારે તેમાં ભસ્મ કરી નાંખવાની શક્તિ આવી જાય છે. તમે નિર્બળતાનો અનુભવ એટલા માટે કરો છો કે આપની શક્તિકો વિખરાયેલી રહે છે. આથી આપના જીવનનું લક્ષ્ય એક હોવું જોઈએ
અખંડજ્યોતિ, ફેબ્રુઆરી-1960, પેજ-25














પ્રતિભાવો