સુખશાંતિનો સાચો માર્ગ
August 28, 2008 Leave a comment
સુખશાંતિનો સાચો માર્ગ
એવા બુદ્ધિશાળી લોકો બહુ જ થોડા હોય છે કે જેઓ પોતાની વર્તમાન પરિસ્થિતિઓ પ્રમાણે આકાંક્ષા રાખતા હોય છે અને તે પૂર્ણ થતાં સફળતા અને પ્રસન્નતાનોઅ અનુભવ કરે છે. મોટાભાગના લોકો એ નથી જોતા કે પોતાની વર્તમાન પરિસ્થિતિઓમાં કેટલી ઉન્નતિ શક્ય છે. સંભાવનાઓ પ્રમાણેની ઈચ્છાઓ તો સહેલાઇથી પૂરી થાય છે, પરંતુ જે આકાંક્ષાઓનો એવો મેળ નથી બેસતો તે અસફળ જ રહી જાય છે. આકાંક્ષા રાખનારને તે અભાવ તથા અસફળતામાંથી ઊભા થયેલા દુ:ખની આગમાં તડપાવતી રહે છે.
દુ:ખ અને કલેશોની આગમાંથી બચવાની જેને ઈચ્છા હોય તેમણે પહેલું કામ એ કરવું જોઈએ કે તેઓ પોતાની આકાંક્ષાઓને મર્યાદિત રાખે. પોતાની વર્તમાન પરિસ્થિતિમાં પ્રસન્ન અને સંતુષ્ટ રહેવાની ટેવ પાડે. ગીતાના અનાસક્ત કર્મયોગનું તાત્પર્ય એ જ છે કે કોઈ વસ્તુની મહત્વાંકાક્ષાઓ ન રાખવી જોઈએ. ફકત કર્તવ્યપાલનની જ રાખવી જોઈએ. જો મનુષ્ય કોઈ વસ્તુની આકાંક્ષા રાખે, તેને પ્રાપ્ત પણ કરી લે, તો તેની પ્રાપ્તિના સમયે તેને ખૂબ પ્રસન્નતા થાય છે. આ જ રીતે જો કોઈ વ્યક્તિ આત્માની ઉન્નતિ માટે તમામ પ્રકારના પ્રયત્નો કરીને કર્તવ્યપાલન કરવાની આકાંક્ષા રાખે તો તેને સફળતા મળતી વખતે થનારા આનંદની પ્રતીક્ષા નથી કરવી પડતી. જે ક્ષણે કર્તવ્યપાલન શરૂ થાય છે તે જ ક્ષણથી આકાંક્ષાપૂર્તિની શરૂઆત થઈ જાય છે અને સાથે સાથે સફળતાનો આનંદ પણ મળતો જાય છે
અખંડજ્યોતિ, ફેબ્રુઆરી-1960, પેજ-6














પ્રતિભાવો