વારસામાં બાળકો માટે ધન મૂકી જશો ?

વારસામાં બાળકો માટે ધન મૂકી જશો ?

ધનને યોગ્ય રીતે વાપરવાની ક્ષમતા એ લોકોમાં જ હોય છે કે જેમને એ વાતની ખબર છે કે કેટલાં કષ્ટ અને પરિશ્રમ વેઠીને તે કમાઈ શકાય છે.  જેને કમાવાનું કષ્ટ નથી વેઠવું પડયું તેઓ હાથમાં આવેલી દોલતને લૂંટનો માલ સમજીને આતશબાજીની માફક ફૂંકી મારે છે.  ધનના સદુપયોગ વડે એક તરફ સુખપ્રાપ્તિ થાય છે, પ્રગતિનાં દ્રાર ખૂલે છે, તો બીજી તરફ તેના દુરુપ્રયોગ વડે જાતજાતની મુસીબતો પણ સામે આવીને ઊભી રહે છે.  ધનદોલત બે ધારવાળી તલવાર છે, જે દોરોપ્રયોગ કરવાથી વાપરનારાને જ ઘાયલ કરી દે છે.  બાળકો માટે પોતાની કમાયેલી તથા એકઠી કરેલી દોલત છોડી જઈને કરાતા અપકારથી વધારે મોટો અપકાર બીજી કોઇ રીતે નથી કરી શકાતો તેથી દુરુપ્રયોગ કરે છે અને અંતે ધનદોલત મેળવ્યા વગર જે સ્થિતિમાં હતા તેના કરતાં પણ વધુ નુકસાનકારક સ્થિતિમાં પહોંચી જાય છે.

નાનાં બાળકોના પાલનપોષણ, શિક્ષણ અને વિકાસ માટે થોડુંક ધન એકઠું કરવું તે દરેક સમજદાર ગૃહસ્થનું કર્તવ્ય છે, પરંતુ તેઓ બેઠાં બેઠાં વ્યાજ-ભાડાની કમાણી ખાતા રહે એટલા માટે એકઠું કરવું તે તદ્દન અનુચિત છે.  એટલું જ નહીં, તે તેમની સાથે અન્યાય કરવા  બરાબર છે.  આમ કરવાથી તેમનામાં પોતાનો વિકાસ કરવાની તથા પોતાની શક્તિઓને તેજ કરવાની આકાંક્ષા નાશ પામે છે અને તેઓ આળસુ તથા વિલાસપૂર્ણ જીવન જીવવાં માંડે છે.

અખંડજ્યોતિ, માર્ચ-1960, પેજ-7

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s