સમયનું ઉત્તમ આયોજન કરો :
September 2, 2008 Leave a comment
સમયનું ઉત્તમ આયોજન કરો :
ચિંતન ઉપરાંત માણસની મોટી શક્તિ છે- પ્રયાસ, શ્રમ તથા સમયનું આયોજન.જીવનનું તાત્પર્ય વર્ષોની લંબાઈ નહિ પરંતુ એ છે કે તેના સમયનાં એકમોનો કેવી રીતે, ક્યાં હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો. ઘણા થોડા દિવસ જીવે છે પરંતુ અભિમન્યુ અને ભગતસિંહની જેમ, વિવેકાનંદ અને રામતીર્થની જેમ ટૂંકા આયુષ્યમાં જ પોતાને, પોતાના સમાજને કૃતકૃત્ય કરી જાય છે. કેટલાયે એવા હોય છે જે પરમ અવધિ સો વર્ષ સુધી જીવી લે છે, પણ રહે છે બીજાઓ પર ભાર બનીને જ. આવા લાંબા જીવનથી શું પોતાને કે શું બીજાને લાભ? સંગ્રહખોરોનું જીવન મધમાખીઓ સમાન હોય છે, આખો દિવસ તે મહેનત કરે છે અને તે સંગ્રહનો લાભ કોઈ બીજો ઉઠાવે છે.
મનને સમજાવવું જોઈએ. મોહવશ થઈને બધો સમય ગુમાવવાથી કોઈ લાભ નથી. મનને સમજાવવું જોઈએ કે જે રીતે નર્યા સ્વાર્થી ચિંતનમાં પોતાની બુદ્ધિ લગાવવામાં આવે છે, એ રીતે એ પણ જોવું જોઈએ કે જીવન સમૃદ્ધિનો ઉપયોગ માનવોચિત રીતથી થયો કે નહિ? મનુષ્યને વધારે બુદ્ધિમત્તા, વધારે ક્ષમતા અને પ્રતિભાથી ભરેલું જીવન આપવામાં આવ્યું છે.
તે માત્ર શરીરયાત્રા માટે ખર્ચી નાખવું જોઈએ નહિ, જેવી રીતે જીવ-જંતુઓનું હોય છે. વૈભવ વધારીને ઠાઠ-માઠ કરવામાં આપણને પણ મિથ્યાભિમાન સિવાય બીજું શું મળે છે? ઉપયોગની એક મર્યાદા હોય છે. એના પછી જે બચે છે, તેને બીજા મફતિયા જ હડપ કરી જાય છે અને હરામની કમાણીને ફૂલઝડીની જેમ સળગાવે છે. હોઈ શકે છે આ મફતિયા કહેવાતા કુટુંબ-સંબંધી જ કેમ ન હોય?.














પ્રતિભાવો