સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
જે લોકો આધ્યાત્મિક ચિંતનથી વિમુખ થઈને માત્ર લોકસેવાનાં કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે, તેઓ પોતાની જ સફળતા પર અથવા સદ્દગુણો પર મોહિત થઈ જાય છે.
તેઓ પોતાને લોકસેવકના રૂપમાં જોતા થઈ જાય છે.
આવી સ્થિતિમાં તેઓ એવી અપેક્ષા કરતા થઈ જાય છે કે બધા લોકો તેમનાં કાર્યોની પ્રશંસા કરે અને તેમનું કહ્યું માને. તેમનું મિથ્યાભિમાન તેમને અનેક લોકોના શત્રુ બનાવી દે છે.
આથી તેઓ ખરા અર્થમાં લોકસેવક ન બનતાં તેમની લોકસેવા લોકવિનાશનું સ્વરૂપ ધારણ કરી લે છે.














પ્રતિભાવો