યોગ્યનો જ સ્વીકાર કરીએ :
September 8, 2008 Leave a comment
યોગ્યનો જ સ્વીકાર કરીએ :
તમારું કાર્ય કેવળ કોઈની આજ્ઞાનું પાલન કરવું, કોઈના ઇશારા પર નાચવું કે કોઈના આંધળા ભક્ત બનવાનું નથી. પરંતુ એ હોવું જોઈએ કે ઉચિત, આવશ્યક, લાભદાયક, ધર્મસંગત, વિવેકપૂર્ણ કાર્યોને જ કરવા, આ નીતિને અપનાવ્યા બાદ સામાન્ય રીતે લોકોની નારાજગી, નિંદા, તિરસ્કાર, બૂરાઈ તથા વિરોધનો સામનો કરવો પડતો હોય છે.
ધર્મમય જીવનના માર્ગમાં મુખ્ય અડચણો આ જ છે, જેમણે આ અડચણોને તુચ્છ સમજીને ઠુકરાવી દીધી, તે જ આગળ વધી જાય છે.
જે કોઈ આવનાર વિધ્નોથી ડરી જાય તેણે પશ્ચાત્તાપ અને શોકમય જીવન વિતાવવું પડે છે. તમે કોઈ વાતનો સ્વીકાર ન કરો એટલાં માટે કે તેને ઘણા લોકો, બુઢ્ઢા લોકો, અમીર લોકો કહે છે. સત્યની કસોટી એ નથી કે તેને ઘણા બુઢા અને ધનવાન લોકો કહે છે.
સત્ય હંમેશા ઉચિત, આવશ્યક, ન્યાયયુક્ત તથ્યોથી અને ઈમાનદારીથી પૂર્ણ હોય છે. થોડી સંખ્યામાં, નાની સંખ્યામાં, નાની ઉંમરના ગરીબ લોકો પણ જો તેને કહે તો તે માન્ય છે. કેવળ ફકત તમારો આત્મા જ જો સત્યની બૂમ પાડતો હોય, તો તે બૂમ લાખો મૂર્ખોની બકવાસ કરતાં અધિક મૂલ્યવાન છે. જે વાજબી છે તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. તે જ સ્વીકાર કરવા યોગ્ય છે.














પ્રતિભાવો