પોતાની શક્તિઓનો વિકાસ કરો :
September 15, 2008 Leave a comment
પોતાની શક્તિઓનો વિકાસ કરો :
પરમેશ્વર દ્વારા દરેકને શક્તિઓ આપવામાં આવી છે. એવું નથી કે કોઈનામાં વધારે અને કોઈમાં ઓછી. કોઈની સાથે ખાસ લાગવગ કરી હોય. પરમેશ્વરને ત્યાં અન્યાય નથી. દરેક અદ્ભુત શક્તિઓ તમારા શરીરમાં હયાત છે. તમે તે શક્તિઓને જાગૃત કરવાનું કષ્ટ નથી કરતા. કેટલીય શક્તિઓની પાસેથી કાર્ય ન લઈ તમે તેને નકામી બનાવી દીધી છે. બીજી વ્યક્તિઓ તે જ શક્તિને કોઈ એક વિશેષ દિશામાં વળાંક આપીને વધુ પરિપુષ્ટ અને વધુ ખીલવે છે.
પોતાની શક્તિઓને જાગૃત તથા ખીલવવી અથવા તો તેને મંદ, પાંગળી, અનુપયોગી કરવી તમારા પોતાના હાથમાં છે. યાદ રાખો કે સંસારની પ્રત્યેક ઉત્તમ વસ્તુ ઉપર તમારો જન્મસિદ્ધ અધિકાર છે. જો તમે તમારા મનની ગુપ્ત મહાન શક્તિઓને જાગૃત કરી લો અને લક્ષ્ય તરફ પ્રયત્ન અને મહેનત સાથે ઉત્સાહપૂર્વક આગળ વધવાનું શીખી લો તો જેવું ઇચ્છો તેવું આત્મનિર્માણ કરી શકો છો.
મનુષ્ય જે વસ્તુની ઇચ્છા રાખે છે, એના મનમાં જે મોટાઈ મેળવવાની ઇચ્છાઓ પ્રગટે છે અને જે જે આશાપૂરણ વિચારોના તરંગ ઊભરે છે તે ચોક્કસ પૂર્ણ થાય છે, જો તે દ્રઢ નિશ્ચય દ્વારા પોતાની પ્રતિજ્ઞાને જાગૃત કરી લે.
એટલાં માટે પ્રતિજ્ઞા કરી લો તમે ભલે ગમે તે હો, જે સ્થિતિ, જે વાતાવરણમાં હો, તમે એક કાર્ય અવશ્ય કરશો, અને તે એ કે તમારી શક્તિઓને ઊચીને ઊચી બનાવશો.














પ્રતિભાવો