આધ્યાત્મિક જીવન જીવો :
September 18, 2008 Leave a comment
આધ્યાત્મિક જીવન જીવો :
આધ્યાત્મિક જીવન કેવળ ગપસપ કે ફકત આવેશ માત્ર નથી. આ જ સાચું આત્મસ્વરૂપ જીવન છે. આ વિશુદ્ધ આનંદ અને સુખનો ઉત્તમ અનુભવ છે. આને જ પૂર્ણતા પ્રાપ્ત જીવન કહે છે. શું તમે અક્ષય આનંદ અને પરમસુખની અમરપદની પ્રાપ્તિ માટે લલચાયેલા નથી? જો હા તો આવો, પોતાની ઉપર અને ઈન્દ્રિયો પર સંયમ રાખીએ, સદ્ગુણોને શીખીએ.
આત્માના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરો તો જ તમે તે ઘણા ગંભીર, અપાર આનંદ અને અમરત્વને પામી શકશો. ફકત ત્યારે તમે અમરપદ સુધી પહોંચી શકશો.
આ શરીરને જ આત્મા સમજી લેવો સૌથી મોટું પાપ છે. આવા ભ્રમમાં રહેલા ભાવને ત્યજી દો. સાંસારિક મહત્વાકાંક્ષાઓની પૂર્તિને માટે ઉપાયો કરવા, યુક્તિઓ વિચારવી, જુઠા મનસૂબા બાંધવા, શેખચલ્લીના વિચારો છોડો, જૂનીપુરાણી આકર્ષક લાગતી આશાઓને તિલાંજલિ આપો.
વાસનાઓ અને ઇચ્છાઓને કાબૂમાં લઈ તેનાથી ઉપર ઊઠો. બુદ્ધિથી કામ લો. ઉપનિષદ શાસ્ત્રોના સદ્દવિચારોનો મનનપૂર્વક અભ્યાસ કરો. નિયમિતરૂપથી સતત અભ્યાસ કરો.














પ્રતિભાવો