મૃત્યુ અને દુ:ખ જરૂરી પ્રક્રીયા :
September 18, 2008 Leave a comment
મૃત્યુ અને દુ:ખ જરૂરી પ્રક્રીયા :
આપણા પ્રિયજનોનો વિયોગ થવાથી આપણે ગભરાઈ જઈએ છીએ કારણ કે તે આપણને છોડીને ચાલી ગયા. આ વિષયમાં ગભરાઈ જવાથી થોડું ચાલશે. શું તે આપણું દુ:ખ જોઈ પરત આવશે? જો ના, તો આપણું દુ:ખી થવું વ્યર્થ છે. પછી આપણે ગભરાઈ જવાનું કોઈ વાજબી કારણ પણ નથી કેમ કે જેણે જન્મ ધારણ કર્યો છે, તેણે એક દિવસ મરવાનું તો છે જ. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. સંપૂર્ણ સૃષ્ટિના પિતામહ બ્રહ્મા છે. સમગ્ર સૃષ્ટિ તેમનાથી જ ઉત્પન્ન થઈ છે. પોતાનું આયુષ્ય પૂરું થતાં તેઓ પણ નથી રહેતા કારણ કે તેઓ પણ ભગવાન વિષ્ણુના નાભિકમલમાંથી ઉત્પન્ન થયા છે. એટલે મહાપ્રલયમાં તેઓ પણ વિષ્ણુંના શરીરમાં વિલીન થઈ જાય છે.
આ અટલ સત્ય છે કે આવનારી વસ્તુનો નાશ થશે જ તો પછી તમે તે પ્રિયજનનો શોક શું કામ કરો છો? તેણે તો મરવાનું હતું જ, આજે નહિ તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે. કાયમ કોઈ જીવતું રહ્યું છે કે તે રહેશે. જ્યાંથી આવ્યો હતો ત્યાં જતો રહ્યો. એક દિવસ તમારે પણ જવાનું છે. જે દિવસો શેષ રહ્યા છે તેને ધૈર્યની સાથે સદ્દગુણીના ગુણોના ચિંતનમાં વિતાવશો.
શરીરધારી એવું કોઈ પણ નથી જેણે મુશ્કેલીઓનાં કડવા ફળનો સ્વાદ ચાખ્યો ન હોય. દરેક જણ અવશ્ય પ્રાપ્ત થવાવાળાં કર્મોના સ્વાદથી પરિચિત છે, પછી આપણે ગભરાયેલા કેમ છીએ? આપણે ગભરાશું તો આપણા આશ્રિતો પણ દુ:ખી થશે. એટલાં માટે આપણે ધૈર્ય ધરીને તેમને કેમ ન સમજવીએ? જે થવાનું છે તે થશે જે. બસ, વિવેકી અને અવિવેકીમાં આ જ અંતર છે. વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને બીમારી બંનેને થવાની છે પરંતુ વિવેકી તેને અવશ્ય બનવાનું સમજી ધૈર્યની સાથે સહન કરે છે અને અજ્ઞાની વ્યાકુળ બની મુશ્કેલીઓને વધુ મુશ્કેલ કરે છે. મહાત્મા કબીર આ વિષય માટે કહે છે,
જ્ઞાની કાટે જ્ઞાને સે, અજ્ઞાની કાટે રોય, મૌત, બુઢાપા, આપદા, સબ કાહું કો હોય !!
જે ધૈર્યનો આશરો નથી લેતા તે નરમ બની જાય છે, સંસારમાં બીજા ઉપર આધારિત બનવું, બીજાની પાસે જઈ કરગરવું, કોઈની પાસેથી લાલચ રાખવી આનાથી વધારે દુ:ખ બીજું કોઈ નથી. એટલાં માટે જ મુશ્કેલી આવે ત્યારે ધૈર્ય રાખીને મુશ્કેલી દૂર કરવાનાં કારણો શોધી અનુકૂળતા સર્જવાનાં પ્રયત્નો કરવા. જેટલી શક્તિ ગભરાઈ જવાથી દુ:ખી થવામાં ખર્ચાય છે તેનાથી અડધી શક્તિ પણ પ્રયત્ન કરવામાં લગાડાય તો વધુ મુશ્કેલીઓ દૂર કરવાના રસ્તા મળી આવે છે.














પ્રતિભાવો