સુખ – મનની સ્થિતિ પર નિર્ભર :
September 18, 2008 Leave a comment
સુખ – મનની સ્થિતિ પર નિર્ભર :
તમે જીવન પ્રત્યેની તમારી ધારણાઓ બદલી નાખો. વિશ્વાસ તથા જ્ઞાનથી જ તમારા જીવનભવનનું નિર્માણ કરો. જો વર્તમાન મુશ્કેલીમાં ઘેરાયેલો છે તો તેનો અર્થ એવો નથી કે ભવિષ્ય પણ અંધકારમય છે. તમારું ભવિષ્ય ઉજ્જ્વળ છે. વિચારપૂર્વક જુઓ કે જે કાંઈ તમારી પાસે છે તેનો સૌથી સુંદર ઉપયોગ કરી રહ્યા છો કે નહીં? કારણ કે જો ઉપસ્થિત સાધનોનો દુરુપયોગ કરતા હો તો પછી તે ગમે તેટલાં તુચ્છ અને સાર વગરનાં કેમ નથી તમે એના પણ અધિકારી નહીં રહો. તે પણ તમારાથી દૂર ભાગી જશે અથવા તો છીનવાઈ જશે.
તે સત્ય છે કે જ્યાં સુધી તમે પોતે પોતાની દશા-સ્થિતિ નહીં સુધારો ત્યાં સુધી દુ:ખ, શોક તથા ચિંતાઓ પીછો છોડી નથી શકતી અને પરિણામ સ્વરૂપ તમે કાયમ દુ:ખી રહી શકો છો.
એટલાં માટે આપણી આંતરિક દશા સુધારીએ. આંતરિક જીવનની સાથે બાહ્ય જીવનમાં પરિવર્તન થવું નિશ્ચિત છે. જેમની મનોદશા ઉત્તમ છે તે થોડા સાધન હોય તો પણ કાયમ સુખમય વાતાવરણમાં જ ફર્યા કરશે.














પ્રતિભાવો