ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ :
September 18, 2008 Leave a comment
ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ :
જીવનને અસફળતામાં નષ્ટ ન કરીએ જો તેને સફળ બનાવવું હોય તો તેનો એક માત્ર ઉપાય સાધક બનવાનો છે. જીવનની સાધના એ જ છે કે પોતાને તથા બીજાને વિવિધ પ્રકારનાં દુ:ખ આપવાવાળાં જે ત્રણ રાક્ષસી તત્વો છે તેવા અજ્ઞાન, અશક્તિ અને અભાવને દૂર કરવાને માટે બ્રાહ્મણ થવાનું વ્રત લઈએ. બ્રાહ્મણ થવાનું તાત્પર્ય છે – જ્ઞાન, બળ અને સંપતિનું અભિવર્ધન . આ પોતાના માટે જ નહીં પરંતુ દરેકના માટે વધારવા યોગ્ય છે. કોઈ વ્યક્તિ, રાષ્ટ્ર અથવા સમાજ આ ત્રણ દ્વારા જ સુખી થઈ શકે છે. જ્યાં કોઈ જગ્યાએ આ ત્રણની ઊણપ હશે ત્યાં તેના પ્રમાણમાં જ તકલીફ અને દુ:ખ ઉપસ્થિત રહેવાનાં.
જીવન અસ્તવ્યસ્ત જીવવાને માટે, તુચ્છ અને ક્ષુદ્ર કાર્યોમાં ગુજારવાને માટે નથી. આ મહાન સંપત્તિ એવા મહાન ઉદ્દેશ્યોની પૂર્તિને માટે ખર્ચાવી જોઈએ જે વ્યાપક રૂપમાં સુખશાંતિની વર્ષા કરવા વાળા હોય, આપણું લક્ષ્ય બ્રાહ્મણત્વની પ્રાપ્તિ અને કર્તવ્ય ધર્મની પૂર્તિ હોવું જોઈએ. એને પૂરું કરવા માટે સાધનાત્મક દ્ગષ્ટિ અને કાર્યપદ્ધતિ હોવી જોઈએ. આપણું જીવન સાધનાત્મક હોવું જોઈએ કારણ કે માનવજન્મની સફળતા સાધનાત્મક ગતિવિધિ પર જ નિર્ભર છે.
એટલાં માટે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે ઉદ્દેશ વિનાનો દિવસ પૂરો ન થવા દેતાં જીવનનાં કોઈ નિશ્ચિત લક્ષ્ય નિર્ધારિત કરીએ અને જો લક્ષ્ય નિર્ધારિત થઈ જાય તો તેને પૂરું કરવાને માટે દ્ગઢતા અને એકાગ્રતા કેળવી લઈએ. નિશ્ચિત લક્ષ્ય પ્રત્યે મક્કમતાથી જે પ્રવૃતિ થાય છે તેને જ સાધના કહે છે.














પ્રતિભાવો