આત્મસ્થિત મનુષ્ય :
October 1, 2008 Leave a comment
આત્મસ્થિત મનુષ્ય :
આત્મસ્થિત મનુષ્યનું મર્મસ્થળ સ્વસ્થ હોવાથી તે સદા પ્રસન્ન રહે છે. તેના ચહેરા પર ખુશી નાચતી હોય છે. ચહેરો કાયમ હસતો, મુસકરાતો, ખીલેલો દેખાય છે. તેની વાણીમાંથી મધ ટપકે છે અને બોલે ત્યારે ફૂલ ઝરતાં લાગે છે. સ્નેહ, નમ્રતા, આત્મીયતા, સૌજન્ય અને પરોપકારનું મિશ્રણ એકરસતા થવાથી તેની વાણી ઘણી જ સરળ અને મનને વશ કરનારી બને છે.
સ્વસ્થ આત્મામાં સ્થિત વ્યક્તિ બાળકોના જેવો સરળ, છળકપટ વગરનો, પવિત્ર મનનો હોય છે. તેને દરેક પ્રત્યે મમતા, આત્મીયતા, દયા અને સહાનુભૂતિ હોય છે. તે કોઈનું ખરાબ નથી ઇચ્છતો કે નથી હોતી કોઈના પ્રત્યે ઈર્ષા. ઈશ્વર ઉપર વિશ્વાસ હોવાથી, તે ભવિષ્યના માટે આશાવાદી અને નિર્ભય હોય છે.
ફળસ્વરૂપ અપ્રસન્નતા તેની પસે ફરકતી નથી અને આનંદ તથા ઉલ્લાસથી તેનું અંત:કરણ ભરેલું રહે છે. આ આનંદથી ભરેલી સ્થિતિ તેના મુખારવિંદ અને વાણી દ્વારા હંમેશા છલકાતી રહે છે. આપણે સૌએ આ પ્રયત્નમાં લાગી જવું જોઈએ.














પ્રતિભાવો