સુવિચાર :-
October 1, 2008 Leave a comment
જેણે દુ:ખ સહન કર્યું નથી તે સુખની મિઠાશ શું જાણે ?
જે રડયો નથી તેને હસવું પણ નહિ આવે.
જેણે હારજીત જોઈ નથી તેને
પુરુષાર્થના મહત્વની જાણ કેવી રીતે થાય ?
જેને શંકા કરતાં આવડયું નથી
તે સાચું ચિંતન નહિ કરી શકે.
જે ઉપલબ્ધિઓથી ખુશ થાય છે અને
સહકાર માટે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું જાણતો નથી
તેને આ સંસારમાં અભાવ અને દોષ દેખાશે નહિ.
————–
આજે અજ્ઞાનરૂપી વૃત્રાસુરથી આખો સમાજ છવાઈ ગયો છે.
જેમને કાન છે તેઓ સમાજની પીડા અને
પતનની મર્મભેદી ચીસ સાંભળી શકે છે
તથા આંખો વડે જોઈ શકે છે.
આ સમય મોજમજા કરવા માટે નથી.
આપણે યુગસંધીના સમયમાં જીવીએ છીએ.
અતિ નિકટના ભવિષ્યમાં સર્વનાશની ઉંડી ખીણમાં પડી જઈશું
અથવા ઉન્નતિના ઉચ્ચશિખરએ પહોંચી જઈશું.
આજે દધીચિ જેવા આત્મદાનીઓની આવશ્યકતા છે.
શરીરનો નાશ તો થવાનો છે,
પરંતુ આપણા લક્ષ્યને પૂર્ણ કરવામાં
તે ઉપ્યોગી થાય તો જ એની સાર્થકતા છે.














પ્રતિભાવો