પવિત્ર ઈચ્છા – યશની કામના નહીં :
October 1, 2008 Leave a comment
પવિત્ર ઈચ્છા – યશની કામના નહીં :
આત્મનિર્માણ યશની કામનાથી જુદી વસ્તુ છે. પોતાના સદ્ગુણોને લીધે પ્રતિષ્ઠા મેળવવી પોતાના ઉચ્ચ ચરિત્ર, આદર્શ જીવન, પરોપકાર સાધના તથા લોકસેવા દ્વારા યશ પ્રાપ્ત કરવાની આંતરિક સંતોષ પ્રાપ્ત થાય છે અને અંતરાત્મામાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસની અભિવૃદ્ધિ થાય છે. આ પ્રોત્સાહનથી, સફળતાથી મનોબળ વધે છે અને આગળ ઉપર વધુ ઉત્સાહથી આવા પુણ્ય કાર્ય, સતોગુણી આચરણ કરવાની ઇચ્છા થાય છે, જે પોતાનો આ જન્મ તથા મૃત્યુ સુધારવા અને પુણ્ય ભેગું કરવા માટે જરૂરી છે.
આત્મગૌરવ, આત્મ સન્માન, આત્મકલ્યાણ, આત્માનંદ, આત્મપ્રતિષ્ઠા, આત્મસંતોષ પ્રાપ્ત કરવાથી મનુષ્યનો અંતરાત્મા સંતુષ્ટ થાય છે. આથી તેના માટે પ્રયત્ન કરવો એ દરેક પ્રકારથી ઉચિત અને જરૂરી છે. સ્વર્ગ, મુક્તિ, આત્મસન્માન, અથવા યશના નિમિત્તે પણ આ સદ્દવિચારો અને સત્ કર્મોનું આયોજન થાય તો આ સાત્વિક અભિલાષા એક પ્રશંસનીય પ્રક્રિયા બનશે.
આ યશની કામના નહીં પરંતુ આત્માનો સંતોષ છે. આ નિંદા કરવા યોગ્ય નહીં પરંતુ આવકારવા દાયક છે.














પ્રતિભાવો