આપણે કોણ છીએ :
October 2, 2008 Leave a comment
આપણે કોણ છીએ
લૌકિક આનંદ સિદ્ધિ દેનારો નથી, એનાથી જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ નથી થતો. વિચાર, બુદ્ધિ, તર્ક તથા વિવેકની જે સાધારણ તથા અસાધારણ શક્તિઓ માણસને પ્રાપ્ત થાય છે, તે; ફકત સુખ મેળવવામાં જ લાગેલી રહે તો એમાં કંઈ નવાઈ નથી. જાણવા જેવી વાત એ છે કે જીવનદીપ બુઝાય તે પહેલાં શું આપણે પોતાની જાતને ઓળખી લીધી છે ? આપણે કોણ છીએ? આ પ્રશ્નનો ઉકેલ જાણવો તે સૌથી મોટી બુદ્ધિમાંની છે. આત્મજ્ઞાન આનંદનું મુળ છે.
જો માણસ આ વિશે અજ્ઞાની રહ્યો તો લૌકિક જીવનમાં ભટકવું પડશે. આત્માના શરણે જવાથી જ સિદ્ધિ મળી શકે છે. મનુષ્યની પરસ્પર આશંકાઓ આત્મજ્ઞાનના અભાવમાં દૂર થવી શક્ય નથી.
આપણે રોજ આનંદ મેળવવાનાં સાધનોમાં પરિવર્તન અને પ્રયોગ કર્યા કરીએ છીએ, એનાથી પણ સ્પષ્ટ છે કે, આપણને થોડા આનંદના બદલે વધારે શુદ્ધ અને પૂર્ણ આનંદની શોધ હોય છે. એક કપડું પહેરીએ છીએ, તો બીજી વાર તે કપડું સારું છે કે ખરાબ તે જાણી શકાય છે અને બીજી વાર કાપડ ખરીદતી વખતે એ ધ્યાન રહે છે કે આ વખતનું કાપડ પાછલાં દોષો વિનાનું અને કંઈક વિશેષ આકર્ષક હોય.
પ્રથમ રુચિ પણ શુદ્ધ હોય છે, આનંદની પણ શુદ્ધિ હોય છે અને આપણે એક એવો આનંદ ચાહીએ છીએ, જે પૂર્ણ અને સ્થાયી હોય. આવો આનંદ લૌકિક જીવનમાં મળી શકતો નથી. પછી પરલોક જીવનની વાત સામે આવે છે અને આત્મા – પરમાત્મા પર પણ ધ્યાન જવા લાગે છે. આ સિદ્ધિ ભગવાનના શરણમાં જવાથી મળી શકે છે.














પ્રતિભાવો