સમય સાથે સંભાળી જાઓ :
October 2, 2008 Leave a comment
સમય સાથે સંભાળી જાઓ :
આજે તવંગરોએ પોતાની નીતિ બદલી નાખી છે. તેઓ ગરીબોનાં હાડમાંસ ઉપર પોતાના મહેલ બનાવવા માંગે છે. પોતાના સ્વાર્થ માટે તે બીજાનું ખરાબમાં ખરાબ અહિત કરી શકે છે. આવી દશામાં જો તેમના વિરુદ્ધ ઘૃણા, દ્વેષ, શત્રુતા અને ઈર્ષ્યા વધતી જાય જો તે કંઈ અસ્વાભાવિક નહીં હોય. પૂંજીપતિ, સમાજને માટે ઉપયોગી બને તો ભૂતકાળ યાદ કરતાં તેમનું સ્વાગત છે.
બુદ્ધિમત્તા કુશળતાની સાથે સાથે ત્યાગ અને સદ્વ્યવહારનું સંમિશ્રણ કરીને અને રાષ્ટ્ર નિર્માણમાં સહાયક બનીને જનતા પાસેથી પ્રેમ, યશ અને સહયોગ પણ પ્રાપ્ત કરી શકે છે. આનાથી વિરુદ્ધ ધારો કે આજની સ્વાર્થપૂર્ણ અને મદથી ભરેલી ગતિવિધિને જ અપનાવેલી રાખીએ તો નક્કી તે પોતે જ પોતાના નાશનું કારણ બનશે.
ભારત જેવા ધાર્મિક દેશમાં સામ્યવાદને માટે કોઈ સ્થાન નથી તેને તો સ્વાર્થી મૂડીવાદીઓ પોતાની દુર્બુદ્ધિથી ઉત્પન્ન કરી વધારવામાં પડ્યા છે. કાળનું ચક્ર ઘણું જ બળવાન છે. જે સમયની સાથે નથી બદલાતો તેને કાળ દંડની થપ્પડ પોતાના નિર્દય પ્રહારો વડે રસ્તા ઉપર લાવી દે છે. મૂડીપતિઓની ભલાઈ સમયની સાથે સાથે સુધરી જવામાં જ છે.














પ્રતિભાવો