સુખ અને આનંદમાં ભેદ :
October 2, 2008 Leave a comment
સુખ અને આનંદમાં ભેદ :
આપણે જે સ્વાભાવિક આનંદની વાતો કરીએ છીએ, તે વાસ્તવમાં ઈન્દ્રિયગમ્ય સુખ છે. તે ચિરસ્થાયી નથી, તે અસ્થિર અને કોઈ કોઈવાર તો ક્ષણિક હોય છે. ઉદાહરણ માટે આપણે કામભાવનાને જ લઈએ. મનના છ વિકારો : કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરમાં કામ સૌથી ભયંકર છે. તે આ બધા શત્રુઓનો સેનાપતિ છે. કામસુખ ક્ષણિક હોવા ઉપરાંત આપણા શરીરબળ, મનોબળ અને પ્રાણશક્તિનો નાશ કરે છે.
સ્વાદિષ્ટ ભોજન આનંદદાયક હોય છે, એટલાં માટે સહુને એ કલ્પના રહે છે કે, જાતજાતની મીઠાઈઓ, ફરસાણ, પકવાન વગેરે પ્રાપ્ત કરવામાં આવે. એનાથી ઈન્દ્રિયજન્ય સુખ મળે પણ છે, પરંતુ આ આનંદમાં દોષ છે. “ભોગથી રોગ ઉત્પન્ન થાય છે: એ કહેવત પ્રમાણે આ બધાં સુખોને, જેનાથી ઈન્દ્રિયોના વિષયો તૃપ્ત થાય છે, તેમને વાસ્તવિક આનંદની કક્ષામાં નથી મૂકી શકાતાં. તેમને માત્ર ‘સુખી કહેવું જ યોગ્ય લેખાશે.
પૂર્ણ આનંદ એ છે જેમાં વિકૃતિ ન હોય. કોઈ પ્રકારની આશંકા, અભાવ કે પરેશાની ન ઉઠાવવી પડતી હોય. સ્વાભાવિક જીવનમાં જે આનંદ મળી રહ્યો છે એનાથી આપણે ટેવાઈ ગયા છીએ. એટલે તે અયોગ્ય હોય તો પણ એવું નથી લાગતું. એટલે આનંદની પરખ માટે કસોટી નક્કી કરવામાં આવી છે. શુદ્ધતમ આનંદ પ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણ સાફ રાખવાની આવશ્યકતા અનુભવાય છે.














પ્રતિભાવો