સુવિચાર :-
October 9, 2008 Leave a comment
આજનું ચિંતન :
ક્રોધનું આગવું મૂલ્ય છે.
તેને વિશેષ સમય માટે બચાવી રાખવો જોઈએ.
વિદ્ધાનો કહે છે કે જ્યારે પણ ગુસ્સો આવવા લાગે
ત્યારે વિચારવું જોઈએ કે
આ બાબત મારા કોપને લાયક નથી.
મનુષ્યે લાકડાના છોલ જેવા બનવું જોઈએ નહિં,
જેમાં કોઈ પણ ઈચ્છે ત્યારે એક દિવાસળીથી આગ લગાડી દે.
ક્રોધને કેટલાક ખાસ પ્રસંગો માટે સાચવી રાખવો જોઈએ,
તેની સાચે જ જરૂર હોય અને તે ઉપયોગી પણ હોય.
————-
કર્તવ્યનિષ્ઠ બનો, સોદાબાજી કરશો નહિ.
વાવેતર કરતાં પહેલાં જ ઉપજની ગેરંટી ના ઈચ્છશો.
કર્તવ્ય સંસારના ક્રમને સમજે છે.
‘વાવો અને લણો’ ના
સિદ્ધાંત પર જ દુનિયા ટકેલી છે.
———-
મનુષ્યની અંદર પશુ અને દેવ બંને છે.
પશુનો શોરબકોર ચાલતો રહે છે,
પરંતુ દેવને મહેનતથી
જગાડવા અને સજાવવા પડે છે.














પ્રતિભાવો