સુવિચાર :-
October 11, 2008 Leave a comment
અવગુણો મનુષ્યને પહેલાં અજાણ વ્યક્તિની જેમ મળે છે
અને હાથ જોડીને નોકરની જેમ
તેની સામે ઊભા થઈ જાય છે.
પછી મિત્ર બની જાય છે અને નિકટ આવી જાય છે.
પછી માલિક બની જાય છે અને
તેને હંમેશને માટે
દાસ બનાવી દે છે.
કાદવમાં જ કમળ ખિલે છે.
ખાતરના ઢગલામાં
ગુલાબ મહેકે છે.
આપ વિપરીત પરિસ્થિતિઓમાં પણ
સુંદર જીવન કેમ જીવી શકતા નથી?
સલાહ આપનારાઓની ઊણપ નથી,
પરંતુ અંતરાત્માથી વધારે ઉત્તમ સલાહ આપનાર
બીજો કોઈ નથી. ગુમરાહ કરનારા ઘણા છે,
પરંતુ લાલચથી વધારે મોટો ધુતારા બીજો કોઈ નથી.














પ્રતિભાવો