સુવિચાર
October 12, 2008 Leave a comment
આજનું ચિંતન
કુપાત્રને નહિ આપું એમ કહેશો નહિ.
તમારા બગીચાનાં ફૂલ આવો ભેદભાવ કરતાં નથી
અને ઘાસના મેદાનો પણ ગાયોને આવી મનાઈ કરતાં નથી.
હવા અને સૂર્ય તમને અનુદાન આપતી
વખતે ક્યાં પરીક્ષા લે છે ?
પછી તમે આટલી ઊંડી તપાસ શા માટે કરવા લાગ્યા ?
મેઘગર્જનાને બધા જુએ છે અને ગડગડાટ સાંભળે છે,
પરંતુ વિરલા જ એ જાણે છે કે
એની પાછળ વિજળીની શક્તિ કામ કરે છે.
નજરે દેખાતાં કાર્યોની પાછળ અદ્રશ્ય ઉમંગની ભૂમિકા રહે છે.
પરિસ્થિતિઓ કોઈને મજબૂત કે કમજોર બનાવતી નથી,
પરંતુ એ તો માત્ર એ સિદ્ધ કરે છે કે
વાસ્તવમાં તે કેવો હતો?
સન્માનની મૂડી આપવાથી પછી મળે છે,
વહેંચવાથી વધે છે અને
ભેગી કરવાથી ખતમ થઈ જાય છે.














પ્રતિભાવો