સુવિચાર
October 14, 2008 Leave a comment
આનંદ વહેંચી શકાય છે,
કેમ કે તેને લેવા માટે ઘણા તૈયાર છે.
દુ:ખની વહેંચણી કરીને
પોતાનો ભાર હળવો કરવાનું મુશ્કેલ છે,
કેમ કે તેને લેવા માટે કોઈ તૈયાર હોતું નથી.
અણઘડ લોકો પ્રત્યેક સંકટ માટે બીજાને દોષ દે છે.
વિવેકવાન મનુષ્ય પોતાના દોષ શોધે છે અને
તત્વજ્ઞાની પ્રકૃતિમાંથી પેદા થતી
ભરતીઓટની માત્ર વિલક્ષણતા જોએ છે.
પરમેશ્વરને જોવા માટે
તમારે એવાં ચશ્માં પહેરવાં પડશે,
જે તેણે તમારી પરખ કરવા માટે
તેની આંખો પર પહેરી રાખ્યાં છે.














પ્રતિભાવો