સુવિચાર :-
October 16, 2008 Leave a comment
અનુમાન અને શંકા માત્રથી
કોઈને ગુનેગાર સાબિત કરશો નહિ.
જેના પર શંકા હોય તેને
પોતાની વાત રજૂ કરવાનો અવસર આપો.
તથ્યની પૂરી તપાસ કરતાં
પહેલાં કોઈના પર દોષારોપણ કરશો નહિ.
સાધના માટે કોઈ જુદા સ્થળની શોધ કરશો નહિ.
પોતાની જવાબદારીઓ તથા સંબધીઓ સાથે
એવો સમન્વય સાધો કે જેમાં આદર્શોની અધિકતા હોય.
આ રીતે તમારું વ્યાવહારિક જીવન જ
સમગ્ર સાધના બની જશે.
ગાંધીજી કહેતા હતા કે
જ્યારે જનતા અનુભવવા લાગે કે
તે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે કરી શકે છે
તથા પોતાનું ભાગ્ય પોતાના હાથે બનાવી શકે છે
ત્યારે સમજવું જોઈએ કે
સંપૂર્ણ સ્વરાજય મળી ગયું.














પ્રતિભાવો