ગાયત્રીનું સ્વરૂપ
October 17, 2008 Leave a comment
ગાયત્રીનું સ્વરૂપ
ગાયત્રી પરમાત્માની એ ઇચ્છાશક્તિ છે, જેના કારણે આખી સૃષ્ટિ ચાલી રહી છે. નાના પરમાણુથી લઈને સમગ્ર વિશ્વબ્રહ્માંડ સુધી બધું જ તેની શક્તિના પ્રભાવથી ગતિશીલ છે.
સ્વયં પરમાત્મા તો મૂળસ્વરૂપે નિરાકાર છે.
બધું જ તટસ્થ ભાવથી જોતા રહી શાંત અવસ્થામાં રહે છે. સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે તેમને એકમાંથી અનેક થવાની ઇચ્છા થઈ ત્યારે તેમની આ ઇચ્છા જ એક શક્તિ બની ગઈ. તેની જ મદદથી આ આખી સૃષ્ટિ બનીને તૈયાર ગઈ. સૃષ્ટિને બનાવનારી પ્રારંભિક શક્તિ હોવાના કારણે તેને ‘આદિશક્તિ’ કહેવામાં આવી. સમગ્ર વિશ્વવ્યવસ્થા પાછળ અને તેની અંદર જે સમતોલન અને સુવ્યવસ્થા જોવા મળે છે તે ગાયત્રી શક્તિનું જ કામ છે.
તેની જ પ્રેરણાથી વિશ્વબ્રહ્માંડની તમામ હિલચાલો કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે પોતાની મહાયાત્રા પર આગળ વધી રહી છે. બ્રહ્માજીને સૃષ્ટિના નિર્માણ અને વિસ્તાર માટે જે જ્ઞાન અને ક્રિયા કૌશલની જરૂર પડી હતી, તે તેમને આદ્યશક્તિ ગાયત્રીની તપસાધના દ્વારા જ પ્રાપ્ત થયા હતા. આ જ જ્ઞાનવિજ્ઞાનને વેદ કહેવામાં આવ્યા અને આ રૂપમાં આદ્યશક્તિનું નામ ‘વેદમાતા’ પડયું, એટલે કે વેદોનો સાર ગાયત્રી મંત્રમાં બીજરૂપે રહેલો છે.
સૃષ્ટિની વ્યવસ્થા સંભાળનારી તથા ચલાવનારી જુદી જુદી દેવશક્તિઓ એ આદ્યશક્તિની જ ધારાઓ છે. આ રૂપમાં તેને ‘દેવમાતા’ નામથી ઓળખવામાં આવે છે. દેવમાતાનો અનુગ્રહ મેળવનાર સામાન્ય વ્યક્તિ પણ દેવતુલ્ય ગુણો અને શક્તિવાળી બની જાય છે.
સમગ્ર વિશ્વની ઉત્પત્તિ આદ્યશક્તિના ગર્ભમાંથી થઈ છે. આથી તેને ‘વિશ્વમાતા’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ એટલે કે સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માની ઉદારભાવમાં જીવવા લાગે છે.














પ્રતિભાવો