ગાયત્રી મહાશક્તિ શું છે?
October 18, 2008 2 Comments
વેદમાતા ગાયત્રીની ઉત્પત્તિ
વેદ કહે છે જ્ઞાનના ચાર પ્રકાર છે, ઋગ્ , યજુ, સામ અને અથર્વ.
૧. ‘ઋગ્’ :કલ્યાણ, પ્રભુપ્રાપ્તિ, ,ઈશ્વરીય દર્શન , દિવ્યત્વ, આત્મશક્તિ, બ્રહ્મનિર્વાણ, ધર્મભાવના, કર્તવ્યપાલન, પ્રેમ, તપ, દયા, પરોપકાર, ઉદારતા, સેવા વગેરે
૨. ‘યજુ’ પરાક્રમ, પુરુષાર્થ, સાહસ, વીરતા, રક્ષણ, આક્રમણ, નેતૃત્વ, યશ, વિજય, પદ, પ્રતિષ્ઠા–
૩. ‘સામ’ ક્રીડા, વિનોદ, મનોરંજન, સંગીત, કલા, સાહિત્ય, પ્રિયકલ્પના, રમતો, ગતિશીલતા, રુચિ, તૃપ્તિ વગેરે
૪. ‘અથર્વ’ ધન, વૈભવ, વસ્તુઓનો સંગ્રહ, શાસ્ત્ર, ઔષધિ, અનાજ, વસ્તુ, ધાતું, ગ્રહ, વાહન વગેરે સુખસુવિધાની સાધન સામગ્રી
કોઈ પણ જીવિત પ્રાણીનું ઉદાહરણ લો, તેની સૂક્ષ્મ અને સ્થૂળ, બાહ્ય અને આંતરિક, ક્રિયાઓ અને કલ્પનાઓનું ગંભીર તથા વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કરો, તો જણાશે કે તેની સમસ્ત ચેતના આ ચાર ક્ષેત્રોની અંદર જ પરિભ્રમણ કરી રહી છે.
(૧) .’ ઋગ્ ’ -કલ્યાણ, (૨). યજુ—પૌરુષ, (૩). સામ-ક્રીડા, (૪). અથર્વ—અર્થ.
આ ચાર દિશાઓ સિવાય પ્રાણીઓની જ્ઞાનધારા અન્ય કોઈ દિશામાં પ્રવાહિત થતી નથી. ઋગ્ ને ધર્મ, યજુને મોક્ષ, સામને કામ અને અથર્વને અર્થ પણ કહેવામાં આવે છે. વેદ શબ્દનો અર્થ છે— “જ્ઞાન” . આમ તો તે એક છે, પરંતુ એક હોવા છતાં પણ તે પ્રાણીઓના અંત:કરણમાં ચાર પ્રકારે જોવા મળે છે. આથી વેદને સુવિધા ખાતર ચાર વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે.
આ ચારે પ્રકારનું જ્ઞાન એ ચૈતન્યશક્તિનું જ સ્ફુરણ છે, જેને સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ ઉત્પન્ન કરી હતી અને જેને શાસ્ત્રકારોએ ગાયત્રી નામથી સંબોધિત કરી છે. આમ વેદોની માતા ગાયત્રી ગણાય. આથી જ તેને ‘વેદમાતા’ પણ કહેવામાં આવે છે.
બ્રહ્માજીએ ચાર વેદોની રચના કરી તે પહેલાં ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી હતી. આ મંત્રના એક એક અક્ષરમાં સૂક્ષ્મતત્વો સમાયેલાં છે, જે વિકસિત થવાથી ચાર વેદોની શાખા-પ્રશાખાઓ ઉદ્દભવી. ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોમાંથી આવી જ રીતે વૈદિક સાહિત્યના અંગ-પ્રત્યંગોનો પણ જન્મ થયો છે. ગાયત્રી સૂત્ર છે, તો વૈદિક ઋચાઓ તેની વિસ્તૃત વ્યાખ્યા છે.














MAHAMANTRA JITNE JAG MAHI KOI GAYATRI SAM NAHI
gayatri mantra ni aa saruat gani sari chee , ana dwara gayatri mantra nu felavo ghano saro thai saksee….. ghani sari saruat kari…… mara layak koi kam hoy to mane mail dwara jaroor janawajo