ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી શક્તિઓનો ઉદ્દભવ
October 19, 2008 Leave a comment
ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી શક્તિઓનો ઉદ્દભવ
ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષરો છે. તેનો સંબંધ શરીરમાં આવેલી એવી ચોવીસ ગ્રંથીઓ સાથે છે, જે જાગૃત થવાથી સદ્દબુદ્ધિ પ્રકાશક શક્તિઓને સતેજ કરે છે.
ગાયત્રી મંત્ર :
ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||
ના ઉચ્ચારણથી સૂક્ષ્મ શરીરરૂપી સિતાર ચોવીસ સ્થાનોએથી ઝણકાર કરે છે અને એમાંથી એવી સ્વરલહેરીઓ પેદા થાય છે, જેમનો પ્રભાવ અદ્રશ્ય જગતના મહત્વપૂર્ણ તત્વો પર પડે છે. આ પ્રભાવ જ ગાયત્રી સાધનાના ફળનો મુખ્ય હેતુ છે.
શબ્દોનો ધ્વનિપ્રવાહ કોઈ સામાન્ય વસ્તુ નથી. શબ્દ વિધાના આચાર્યો જાણે છે કે શબ્દમાં કેટલી શક્તિ છે અને તેની અજ્ઞાત ગતિવિધિઓ દ્વારા ક્યાં ક્યાં પરિણામો પેદા થઈ શકે છે. શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મની સ્ફુરણા કંપનો પેદા કરે છે.
શબ્દોના કંપનો સૂક્ષ્મ પ્રકૃતિ પાસેથી પોતાની જાતિના અન્ય પરમાણુઓને લઈને ઈથરનું પરિભ્રમણ કરીને જ્યારે પોતાના ઉદ્દગમકેન્દ્ર પર થોડીક જ વારમાં પરત આવે છે ત્યારે તેમાં પોતાની જાતની એક ખાસ વિદ્યુતશક્તિ ભરેલી હોય છે અને પરિસ્થિતિ અનુસાર ઉપયુક્ત ક્ષેત્ર પર તે શક્તિનો એક વિશિષ્ટ પ્રભાવ પડે છે. મંત્રો દ્વારા વિલક્ષણ કાર્યો થવા પાછળનું કારણ પણ આ જ છે.
ગાયત્રી મંત્ર દ્વારા પણ આવા પ્રકારની શક્તિનો આવિર્ભાવ થાય છે. મંત્રોચ્ચારણથી મુખના જે અંગો ક્રિયાશીલ થાય છે, તે ભાગના નાડીતંતુઓ કેટલીક ચોક્કસ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. તેમાં સ્ફુરણા થવાથી એક વૈદિક છંદનો ક્રમબદ્ધ યૌગિક સંગીત-પ્રવાહ ઈથરતત્વમાં ફેલાઇ જાય છે અને પોતાની થોડીક જ ક્ષણોમાં થતી વિશ્વ પરિક્રમામાંથી પાછા આવતા આવતા એક સ્વજાતીય તત્વોની સેના સાથે લઈને આવે છે, જે ઇચ્છિત ઉદ્દશ્યની પૂર્તિમાં ખૂબ સહાયક નીવડે છે.














પ્રતિભાવો