આપણે બદલાઈશું તો યુગ બદલાશે.
October 24, 2008 Leave a comment
આપણે બદલાઈશું તો યુગ બદલાશે.
‘હમ બદલેંગે યુગ બદલેગા’ આ ઉદ્દઘોષમાં નિદાન અને ઉપચાર એમ બંને પક્ષોનો સમાવેશ છે. પરિસ્થિતિઓને બદલવા માટે, મન:સ્થિતિને તથા સમાજને સુધારવા માટે વ્યક્તિ સુધાર અનિવાર્ય છે. દરેક વ્યક્તિને આ તથ્યથી માહિતગાર અને સહમત કરવી જોઈએ કે અત્યારે લોકમાનસની દિશાધારામાં સમગ્ર પરિવર્તનની જરૂરિયાત છે. આજે લોકો જે રીતે વિચારે છે, માને છે અને આચરણ કરે છે તેના ઉદ્દભવ કેન્દ્રમાં એવા ફેરફારની જરૂરિયાત છે કે જેથી સડી ગયેલા ઢાંચાનો ત્યાગ કરી દઈને વિવેકનો આધાર લઈ શકે. તે માટે ત્રણ સિદ્ધાંત સૂત્રોને સમજવા અને અપનાવવાથી કામ ચાલી શકશે.
(1). નિર્વાહમાં સંયમનો તથા સાદગીનો સમાવેશ કરવામાં આવે. સરેરાશ નાગરિક સ્તરનું જીવન જીવવામાં આવે અને શરીર નિભાવવા માટે જરૂરિયાત પૂરતું જ ગ્રહણ કરવું.
(2). સાદગી અપનાવતાં જે ક્ષમતા અને સંપત્તિ બચે તેમને સત્પ્રવૃત્તિઓ વધારવા માટે, નવનિર્માણ માટે સમયદાન તથા અંશદાનના રૂપમાં વધુમાં વધુ ઉદારતા અને ઉત્સાહપૂર્વક સમર્પિત કરવામાં આવે.
(3), આંતરિક અને બાહ્ય દુષ્પ્રવૃત્તિઓને ઉખેડીને ફેંકી દેવા માટે સાહસિક શૌર્ય તથા પરાક્રમપૂર્વક સંઘર્ષ કરવામાં આવે.














પ્રતિભાવો