આપણે બદલી શકીએ છીએ
October 24, 2008 Leave a comment
આપણે બદલી શકીએ છીએ
લોકોના દ્રષ્ટિકોણ, જીવનક્રમ અને તેમના પ્રયત્નોનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો તેમાંથી મોટે ભાગે રાવણ, કુંભકર્ણ, મારીચ, કંસ, દુર્યોધન, જરાસંઘ, હિરણ્યકશ્યપ, વૃત્રાસર તથા ભસ્માસુરના વંશજો જોવા મળશે. એમાં અંતર માત્ર એટલું જ છે કે શક્તિ તથા સામર્થ્યના અભાવે તેઓ મનમાની કરી શકતા નથી. તેમની પ્રવૃત્તિઓ તો એ કક્ષાની જ છે. સૂર્પણખા, તાડકા, ત્રિજટા, સુરસા, પૂતના, તથા મંથરા ઘેરેઘેર છે. અંતર સાધન અને અવસર ન મળવા જેટલું જ છે. આ લોકોની વચ્ચે રહેવા છતાં કમલપત્રની જેમ નિર્લેપ રહેવું જોઈએ. સુદામા, કેવટ, હનુમાન ભાગીરથ જેવાનોનું અનુકરણ કરવામાં નુકસાન થશે એવું ન વિચારવું જોઈએ. કૌશલ્યા, સુમિત્રા, ઉર્મિલા, કુંતી, મદાલસા, મીરા, સંઘમિત્રા વગેરેનો માર્ગ અપનાવવામાં કોઈ નુકસાન નથી. પાછલું જીવન તુચ્છ અને હલકું રહ્યું હોય, તો પણ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. વાલ્મીકિ, અંગુલિમાલ, બિલ્વમંગલ, અજામિલ જેવા બદલાઈ શકે છે. આમ્રપાલી તથા વાસવદત્તાની કથાઓ બતાવે છે કે સામાન્ય સ્તરની, નિમ્નકક્ષાની નારી પણ આંતરિક પરિવર્તન થતાં વિશ્વવિભૂતિ બની શકે છે. આદર્શવાદી પરિવર્તનને માટે જીવનનું દરેક ક્ષેત્ર, સંસારનો દરેક ખૂણો ખાલી પડ્યો છે.














પ્રતિભાવો