પરિવર્તનના શ્રીગણેશ કરીએ
October 24, 2008 Leave a comment
પરિવર્તનના શ્રીગણેશ કરીએ
યુગપરિવર્તનનો શુભારંભ આપણો દ્રષ્ટિકોણ નક્કી કરવામાં અને કાર્યોને પ્રકાશવાન બનાવવાના રૂપમાં થવો જોઈએ. એન્જિનિયર હોય તો ભવન બનાવે, ડૉકટર હોય તો હૉસ્પિટલ ચલાવે, શિક્ષક હોય તો બાળકોને ભણાવે. સેનાપતિ હોય તો સિપાહીની જેમ લડે. આગેવાન માર્ગ માત્ર બતાવાતો નથી, પરંતુ તેને બનાવે પણ છે. જો તે સાચા રસ્તે જતો હશે અને પોતે સીધો હશે તો તે માર્ગ પર ચાલનાર વ્યક્તિઓની કમી નહિ હોય. મુશ્કેલી તો માત્ર પ્રારંભ કરવામાં હોય છે. કામ શરૂ થઈ જાય પછી તો મોટા મોટા ઉધોયો મુનીમ અને ગુમાસ્તાઓ પણ ચલાવી શકે છે. યુગસર્જનમાં મુખ્ય ભૂમિકા જેઓ અગ્રગામી છે તેમની છે. અર્થાત્ પોતાના વ્યક્તિત્વ ને પ્રયત્નોમાં જેમણે એવી આદર્શવાદિતા ભરી દીધી હોય કે તેને જોઈને અનુકરણ કરવાનું સાહસ દરેક જણને થઈ આવે. યુગપરિવર્તનના શ્રી ગણેશ આપણા વ્યક્તિગત ક્ષત્રમાં આપણે પોતે જ કરવાના છે. આપણે એવું બીબું બનવાનું છે, જેથી આપણા સંપર્કમાં આવનારા બરાબર આપણા જેવા જ બનતા જાય.














પ્રતિભાવો