વિચારો જ જીવનનું નિર્માણ કરે છે.
October 24, 2008 Leave a comment
વિચારો જ જીવનનું નિર્માણ કરે છે.
આપણા જીવનમાં વિચારોનું મહત્વનું સ્થાન છે. આપણાં સુખ-દુખ, હાનિ-લાભ, પ્રગતિ- અધોગતિ, સફળતા- નિષ્ફળતાં બધું જ આપણાં પોતાના વિચારો પર જ આધારિત છે. જેવા આપણા વિચારો હોય છે, તેવું જ આપણું જીવન બને છે. સંસાર કલ્પવૃક્ષ છે, એની છાયામાં બેસીને આપણે જે કાંઈ વિચારીશું, તેવાં જ પરિણામ પ્રાપ્ત થશે. જેઓ પોતાને સદ્દવિચારોથી ઓતપ્રોત રાખે છે, તેઓ દરેક પગલે જીવનનાં મહાન વરદાનોથી શોભાયમાન બને છે, એમને સફળતા, મહાનતા, સુખ – શાંતિ, પ્રસન્નતાનો પ્રારિતોષ મળે છે. એથી ઊલટું જેઓ પોતાને હીન, અભાગી, કમનસીબ માને છે, તેમનું જીવન પણ દીનહીન બની જાય છે. વિચારોથી પતિત થયેલ વ્યક્તિને પછી પરમાત્મા પણ ઉઠાવી શક્તો નથી. જેઓ અંધકારમય નિરાશામય વિચારો રાખે છે, તેમનું જીવન ક્યારેય ઉચ્ચ અને ઉત્કૃષ્ટ બની શક્તું નથી. મનુષ્યના વિચારો જેવા હોય છે, તેવું જ તેને પ્રાપ્ત થાય છે.
વિચારોમાં મોટો જાદુ છે. તે આપણને ઊંચે લઈ જઈ શકે છે અને નીચે પણ પાડી શકે છે. જરૂર એ વાતની છે કે આપણે આશાવાદી, ઉદાર, દિવ્ય, પુરોગામી તથા ઉત્કૃષ્ટ વિચારોથી આપણા મનને ઓતપ્રોત રાખવું જોઈએ. હલકા અને ખરાબ વિચારોથી છુટકારો મેળવવા માટે ઉચ્ચ દિવ્ય વિચારોનો અભ્યાસ કરવો જરૂરી છે. ખરાબ વિચારોને સદ્દવિચારોથી કાપવા જોઈએ.














પ્રતિભાવો