અંતરાત્માની દીવો પ્રગટાવીએ :
October 27, 2008 Leave a comment
અંતરાત્માની દીવો પ્રગટાવીએ :
બ્રહ્માંડને પ્રકાશિત કરતો સૂર્ય માનવીની ભીતરમા રહેલા અંધકારને અંધકારને દૂર ન કરે શકે. એવા અંધકારમાં માનવી ઈશ્વરની આગળી પકડીને ચાલે તો કેવું સારું ! પણ ઈશ્વરને શોધવો કયાં ? થાકી હારીને માનવી દીપજ્યોત પ્રગટાવે છે, દીપ, શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ અને સૂઝ સમજનું પ્રતિક છે. જીવનના મહાસાગરમાં અટવાતાં માનવી માટે દીપજ્યોતનો પ્રકાશ દીવાદાંડી છે. અંતરના અંધકારને દીપજ્યોત પ્રકાશદુર કરશે. માનવીના મનમાં દીપજ્યોત પ્રકાશ આત્મા શ્રદ્ધા, વિશ્વાસ પ્રગટાવશે.
આત્મદીપને પ્રગટાવ્યા વિના પ્રગટાવ્યા વિના પ્રગટાવેલા બીજા દીવો, મંદિરમાં દીવો, ઘરમાં દીવો, ગંગા/યમુના નદીના જળ પર તરતો દીવો, પતંગ દ્વારા આકાશમાં ઉડતો દીવો જે ફાયદો આપશે તેનાથી ન કલ્પી શકાય તેવો ફાયદો અંતરાત્મામાં પ્રગટાવેલા દીવો આપશે.
અંતરાત્મામાં દીવો કરવાનું પર્વ એટલે દિવાળી, મનમાં જ્ઞાનરૂપી દીવો પ્રગટાવીને આપણે વિચારીએ કે ‘આપણે પશુ નથી’ .. આપણે તો માનવી, આપણે તો ઈશ્વરના રાજકુમાર ….. આપણે કયું કાર્ય કરવાનું છે? કયું કાર્ય આપણા ન થઈ શક્યું? શા કારણે ન થયું? શું ગેરફાયદા થયો? એ કાર્ય કરવાથી શું ફાયદો થશે? એ કાર્ય આપણે કેવી રીતે કરવું? આત્મદીપ આપણાં અંતરને ઉજાસ આપશે, ઉલ્લાસ આપશે એનો પ્રકાશ સૂર્યના પ્રકાશ કરતાં અનેક ગણો પાવનકારી છે. આપણે આત્મદીપને વંદન કરી બોલીએ- આત્મ જ્યોતિ નમ: સ્તુતે |














પ્રતિભાવો